Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 6
________________ શુભ સમાપ્ત કોઈપણ યોગ્ય કામ સુયોગ્ય હાથે યોગ્ય રીતે સંપન્ન થાય તે શુભ સમાપ્તિ લેખાય છે. પ્રસ્તુત ભાષાંતર એવી એક શુભ સમાપ્તિ છે. તારાબર પરંપરાના સંસ્કાર ધરાવતો શ્રદ્ધાળુ ભાગ્યેજ કોઈ એવા હશે જેણે ઓછામાં ઓછું પજુસણના દિવસોમાં કલ્પસૂત્ર સાંભળ્યું ન હોય. કલ્પસૂત્ર મૂળમાં તો નહિ પણ તેની ટીકાઓમાં ટીકાકાએ ભગવાન મહાવીર અને ગણધરના મિલન પ્રસંગે ગણધરવાદની ચર્ચા ગોઠવી છે. મૂળે આ ચર્ચા ‘વિશેષાવશ્યક ભાષ્યમાં આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિસ્તારથી કરી છે. વિશેષાવશ્યક ભાષ્ય” એ જૈન પરંપરાના આચારવિચારને લગતા નાને મોટા લગભગ તમામ મુદ્દાને સ્પર્શતે તેમજ એ મુદ્દાઓની આગમિક દૃષ્ટિએ તર્કપુર સર ચર્ચા કરતા અને તે તે સ્થાને સંભવિત દર્શનાતરેનાં મંતવ્યોની સમાલોચના કરતો એક આકરગ્રંથ છે, તેથી આચાર્યું તેમાં ગણધરવાદનું પ્રકરણ પણ એ જ માંડણી પૂર્વક દાખલ કર્યું છે. એમાં જૈન-પરંપરાસભ્યતા જીવ-અજીવ આદિ નવ તત્ત્વોની પ્રરૂપણા ભગવાન મહાવીરના મુખે આચાર્ય એવી રીતે કરાવી છે કે જાણે પ્રત્યેક તરવનું નિરૂપણ ભગવાન તે તે ગણધરની શંકાના નિવારણ અર્થે કરતા હોય. દરેક તરવની સ્થાપના કરતી વખતે તે તવથી કંઈપણ અંશે વિરુદ્ધ હોય એવા અન્ય તર્થિકાનાં મંતવ્યાને ઉલ્લેખ કરી ભગવાન તર્ક અને પ્રમાણ દ્વારા પિતાનું તાત્વિક મંતવ્ય રજૂ કરે છે. તેથી પ્રસ્તુત ગણધરવાદ એ જૈન તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખી વિક્રમના સાતમા સૈકા સુધીના ચાર્વાક, બૌદ્ધ અને બધા વૈદિક એમ સમગ્ર ભારતીય દર્શનપરંપરાની સમાલોચના કરતે એક ગંભીર દાર્શનિક ગ્રંથ બની રહે છે. એવા ગ્રંથનું પં. શ્રી દલસુખ માલવણિયાએ જે અભ્યાસ, નિષ્ઠા અને કુશળતાથી ભાષાંતર કર્યું છે તેમજ તેની સાથે જે અનેકવિધ જ્ઞાનસામગ્રી પૂરી પાડતાં પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ લખ્યાં છે એને વિચાર કરતાં કહેવું પડે છે કે રેગ્ય ગ્રંથનું યોગ્ય ભાષાંતર યોગ્ય હાથે જ સંપન્ન થયું છે. શ્રી. પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના બંને ટ્રસ્ટીઓની (શ્રી, પ્રેમચંદ કે. કેટાવાળા અને શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈની) લાંબા વખતથી પ્રબળ ઈરછા હતી કે ગણધરવાદનું ગુજરાતીમાં ઉત્તમ ભાષાંતર થાય. એ માટે બે ત્રણ પ્રયતને થયેલા, પણ તે કાર્યસાધક ન નીવડયા. છેવટે ૧૯૫૦ને જુલાઈમાં એ કામ શ્રીયુત માલવણિયાને ભો.જે. વિદ્યાભવન તરફથી સોંપવામાં આવ્યું. પુષ્કળ વાચન, અભ્યાસ તેમજ પર્યાપ્ત સમય અને શ્રમની અપેક્ષા રાખે એવું આ કામ બે વર્ષ જેટલી મુદતમાં પૂર્ણ થયું અને તે પણ ધાર્યા કરતાં વધારે સારી રીતે, એને પણ હું એક શુભ સમાપ્તિ જ લેખું છું. ગુજરાતી ભાષામાં અવતાર પામ્યું હોય એવું જે કાંઈ સારતમ દાર્શનિક સાહિત્ય છે તેમાં પ્રસ્તુત ભાષાંતરની ગણુના અવશ્ય થવાની એમ એના સમજદાર અધિકારી વાચકને લાગ્યા વિના નહિ રહે. જૈન દાર્શનિક સાહિત્યના વિકાસમાં તે આ ભાષાંતર અત્યારે અગ્રસ્થાન પામવા લાયક છે. આ પહેલાં શ્રીયુત માલવણિયાએ ચાયાવતારવર્તિવૃત્તિ ગ્રંથનું હિંદી પ્રસ્તાવના તેમજ હિંદી ટિપ્પણો સાથે સંપાદન કરી હિંદી દાર્શનિક જગતમાં એક પ્રતિષ્ઠિત સ્થાન મેળવ્યું જ છે; હવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 428