Book Title: Gandharwad Author(s): Dalsukh Malvania Publisher: B J Institute View full book textPage 8
________________ પહોંચવા ઈચ્છનાર જિજ્ઞાસુની દૃષ્ટિએ તેમજ કાળક્રમે લેખન અને ઉચ્ચારણના ભેદને લીધે કેવી કેવી રીતે પાઠેમાં ફેરફાર થાય છે એ જાણવા ઈચ્છનારની દૃષ્ટિએ ખાસ અગત્યનું છે. (૩) ટીકાકારે જે અવતરણો આપ્યાં છે અને જે અવતરણે ચર્ચાની ભૂમિકા પૂરી પાડે છે તે અવતરણાનાં મૂળ સ્થાને પૂરું પાડતું પરિશિષ્ટ સંશોધક વિદ્વાનની દૃષ્ટિએ બહુ જ ઉપયોગી છે. (૪) પૃ. ૩ થી અપાયેલી શબ્દસૂચિ ભાષાંતરમાં વપરાયેલ પદ અને નામો ઉપરાંત ગ્રન્થરતા વિષય શોધવાની દૃષ્ટિએ ખાસ ઉપયોગી છે. આખું ભાષાંતર એવી રસળતી અને પ્રસન્ન ભાષામાં થયું છે કે તે વાંચતાવેંત અધિકારી જિજ્ઞાસુને અર્થ સમજવામાં મુશ્કેલી નથી પડતી. ભાષાન્તરની એ પણ ખૂબી છે કે તેમાં મૂળ અને ટીકા બંનેને સંપૂર્ણ આશય પુનરુક્તિ વિના આવી જાય છે અને એક સ્વતંત્ર ગ્રંથ હોય તેવો અનુભવ થાય છે. સંવાદેશલીને લીધે જટિલતા નથી રહેતી અને ભગવાન તેમ જ ગણધરના પ્રશ્નોત્તરે તદ્દન પૃથક્કરણપૂર્વક ધ્યાનમાં આવી જાય છે. ભાષાંતરમાં જે પારિભાષિક શબ્દો આવ્યા છે, જે દાર્શનિક વિચારે ગૂંથાયા છે ને જે ઉભયપક્ષની દલીલો રજૂ થઈ છે તે બધાનું વધારે સ્પષ્ટીકરણ થયેલું હોવાથી ભાષાંતર ગૂંચવાડા વિના જ સુગમ બન્યું છે ને વિશેષ જિજ્ઞાસુ માટે અંતે ટિપણે હોવાથી એની વિશેષ જિજ્ઞાસા પણ સંતોષાય છે. વૈદિક, બૌદ્ધજૈન આદિ ભારતીય દર્શનમાં આત્મા, કર્મ, પુનર્જન્મ, પરલોક જેવા વિષયોની ચર્ચા સાધારણ છે. તેથી કોઈપણ ભારતીય દર્શનની શાખાને ઉચ્ચ અભ્યાસ કરનાર એમ. એ. ની કક્ષાના વિદ્યાથીને કે તે વિશે સંશોધન કરી નિબંધ લખનાર ડોકટરેટ ડિગ્રીના ઉમેદવારને કે અધ્યાપકને આ આખું પુસ્તક બહુ ઉપયોગી માહિતી પૂરી પાડે તેવું છે. અનેક જૈન ગ્રંથાગારોના ઉદ્ધારક અને તેમાંની કીમતી સામગ્રીના સંશોધક તેમજ જેનપરંપરા અને શાસ્ત્રોના સુજ્ઞાતા મુનિ શ્રીપુણ્યવિજયજીને મેં છપાયેલ ફરમા વાંચી જઈ ધટતી સૂચન કરવા વિનંતિ કરી. તેમણે કાળજીપૂર્વક આખી પ્રસ્તાવના જોયા પછી જે સૂચનાએ કરી છે તેની મેં કરેલી નોંધ વૃદ્ધિપત્રના મથાળા નીચે ટિપ્પણી પછી છાપવામાં આવી છે. -- સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 428