Book Title: Gandharwad Author(s): Dalsukh Malvania Publisher: B J Institute View full book textPage 7
________________ આ ગુજરાતી ભાષાંતર દ્વારા તેઓ ગુજરાતી દાર્શનિક મંડળમાં પણ અગત્યનું સ્થાન ધરાવતા થશે એવું વિધાન કરતાં મને જરા ય સંકોચ થતા નથી. વીસથી વધારે વર્ષ થયાં હું શ્રીયુત માલવણિયાના ઉત્તરોત્તર વિસ્તરતા અને વિકસતા દાર્શનિક અયયન, ચિંતન તેમજ લેખનને સાક્ષી રહ્યો છું. પ્રસ્તુત ભાષાંતર સાથે જે અન્ય જ્ઞાને-સામગ્રી વેજાઈ છે તેની વિશેષતા જેનાર અને સમજનાર કોઈ પણ મારા અનુભવની યથાર્થતા વિશે નિર્ણય બાંધી શકે તેમ છે. પ્રસ્તુત પુસ્તકમાં ધ્યાન ખેંચવા લાયક વિશેષતાઓને ટૂંકમાં નિર્દેશ અસ્થાને નથી. (૧) મૂળ, ટીકા અને તેના કર્તાઓને લગતી પરંપરાગત તેમજ અતિહાસિક માહિતીનું દહન કરી તેને પ્રસ્તાવનામાં સાધાર રજૂ કરવામાં આવેલ છે જે એતિહાસિક દષ્ટિએ અવલોકન કરનારનું પ્રથમ ધ્યાન ખેંચે છે. (૨) જેન-દર્શનસંમત નવ તના વિચારનો વિકાસ પ્રાચીન કાળથી ચાલી આવતી અન્ય અનેકવિધ દર્શનપરંપરાઓની વચ્ચે કેવી રીતે થયું છે તેનું કાળક્રમથી તુલનાપૂર્વક એવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે કે જેમાં વેદ, ઉપનિષદ, બૌદ્ધ, પાલી અને સંસ્કૃત ગ્રંથે તેમજ વૈદિક લેખાતાં લગભગ બધાં જ દર્શનના પ્રમાણભૂત ગ્રંથોનું અવલોકન આવી જાય. આ વસ્તુ તુલનાત્મક દષ્ટિએ દાર્શનિક અભ્યાસ કરનારનું ખાસ ધ્યાન ખેંચે છે. (૩) નવ તને આત્મા, કર્મ અને પરલોક એ ત્રણ મુદ્દામાં સંક્ષેપ કરી તેની દર્શનાતરસંમત એ જ પ્રકારના વિચારો સાથે વિસ્તારથી એવી તુલના કરવામાં આવી છે કે જેથી વાચક તે તે મદા પર ભારતીય બધાં જ દશ નાનું વિચારે સરળતાથી એક જ સ્થાને જાણી શકે.. પ્રસ્તાવનાગત ઉપર સૂચવેલ વિશેષતાઓ ઉપરાંત બીજી પણ જે વિશેષતાઓ છે તેમાંની ઘડીક આ રહી: (૧) ટિપણે–ભાષાંતર પૂરું થયા પછી તેના અનુસંધાનમાં પૃ. ૧૮૧ થી પૃ. ૨૧૦ સુધી ટિ પણ આવે છે. તે અનેક દૃષ્ટિએ લખાયેલાં છે. મૂળ ગાથામાં વપરાયેલ ભાષાંતરમાં આવેલ એવા અનેક દાર્શનિક શબ્દોનું સ્પષ્ટીકરણ કરવાની દૃષ્ટિ તેમાં છે. તેવી જ રીતે આચાર્ય જિનભદ્દે કોઈ વિચાર દર્શાવ્યો હોય કે કોઈ યુક્તિઓ આપી હોય કે કઈ શાસ્ત્રનું પદ કે વાકય સૂચિત કર્યું હોય તા તે સ્થળે અતિહાસિક ભૂમિકા પૂરી પાડવા ઉપરાંત દાર્શનિક વિચારોની તુલના કરવામાં આવી છે અને આચાર્ય જિનભકે એ વિચારો, એ યુક્તિઓ અને એ આધારો જ્યાં જ્યાંથી લીધા હોવાના સંભવ છે તે લભ્ય બધાં મૂળ સ્થળે બતાવવામાં આવ્યાં છે, એટલું જ નહિ, પણ તે બાબત પરત્વે જદાં જુદાં દર્શનશાસ્ત્રોના અનેકવિધ ગ્રંથમાં જે કાંઈ મળ્યું તે બધું ગ્રંથના નામ અને સ્થાન સાથે વર્ણવ્યું છે. ખરી રીતે આ ટિપણે એતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવા ઈચછનાર માટે એક અભ્યાસગ્રંથ જેવાં છે. (૨) મૂળ–વિશેષાવશ્યક ભાષ્યની જૂનામાં જૂની-લગભગ ૧૦ મા સૈકાની લિખિત પ્રતિ, જે જેસલમીરના ભંડારમાં મળી આવી છે તેની સાથે સરખામણી કરવા ત્યાં જાતે જઈ લીધેલ પાઠાંતરો સાથે મળ ગણધરવાદની ગાથાઓનું પરિશિષ્ટ આપ્યું છે તે રચનાકાલીન અસલી પાઠશુદ્ધિની નજીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 428