Book Title: Gandharwad
Author(s): Dalsukh Malvania
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 5
________________ પ્રથમ આવૃત્તિનું નિવેદન tવશેષાવશ્યક ભાષ્ય મહાગ્રન્થ જ્યારથી વાંચવામાં આવ્યો ત્યારથી તેના અનુવાદ અને વિવેચનની જે ભાવના મનમાં સંઘરી રાખી હતી તેની આંશિક પૂર્તિ આ “ગણુધરવાદથી થાય છે એટલે એક પ્રકારને આનંદ થાય છે; પણ ત્વરિતગતિએ કાર્ય કરવાનું હતું એટલે ટિપણમાં વિસ્તાર આવશ્યક છતાં કરી શક્ય નથી, એ ખામી મનમાં ખૂંચે પણ છે. અનુવાદની સંવાદાત્મક શૈલી મને ભાઈ ફતેચંદ બેલાણીને ખરડે વાંચતા ગમી ગઈ. સંવાદાત્મક શૈલીએ પ્રા. ચિરબસ્કીએ કરેલા કેટલાક દાર્શનિક ગ્રન્થાંશના અંગ્રેજી અનુવાદો પણ જોવામાં આવ્યા હતા અને દાર્શનિક ગ્રન્થને એ શૈલીમાં અનુવાદ સુવાચ્ય બને છે એ અનુભવ્યું હતું એટલે આમાં પણ મેં એ શિલીને આશ્રય લીધો છે. આ ગ્રન્થનું કાર્ય પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીની પ્રેરણાથી મેં સ્વીકાર્યું હતું અને છપાતાં પહેલાં અક્ષરે અક્ષર તેમણે વાંચી જઈ કરવા યોગ્ય સુધારા કર્યા છે અને જ્યાં પુનલેખન આવશ્યક હતું ત્યાં તેમની સૂચનાને અનુસરીને તે મેં કર્યું છે અને સરવાળે તેમને હું આંશિક સંતોષ આપી શકાય છું. પૂજ્ય પંડિતજીએ આ કાર્યમાં જે સ્વાભાવિક રસ લીધે છે તે માટે ધ યવાદના બે શબ્દો પર્યાપ્ત નથી. ખરી રીતે આ કાર્ય તેમનું જ હોય અને હું તે તેમના હાથનું કાર્ય કરી રહ્યો હોઉં એવો નિરંતર અનુભવ થયા કર્યો છે. એટલે જે આ કૃતિને હું મારી માનતો ન હોઉં, તેમની જ આ છે એમ માનતા હોઉં ત્યાં તેમને ધન્યવાદ દેવાને અધિકારી હું કોણ ? સહજ સ્નેહી ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈએ આદિથી અંત સુધી ખરડો પંડિતજીને વાંચી સંભળાવ્યો, એટલું જ નહિ પણ તેમાં યોગ્ય સુધારાનું સૂચન પણ કર્યું એ બદલ અહીં તેમને ધન્યવાદ આપવો જરૂરી છે. આ કાર્ય મારે માથે આવી પડ્યું છે તેમાં નિમિત્ત ભાઈ ફતેચંદ બેલાણી પણ છે, એટલે તેમને પણ અહીં આભાર માનું છું. તેમને જ અનુવાદને કાચ ખરડે મારી સામે હતે. એટલે સંવાદાત્મક શલીએ આ અનુવાદ કરવાની તાત્કાલિક સૂઝ તો એમને આભારી છે. આ આખા પ્રસ્થને પ્રફ જોવાનું કંટાળાભરેલું કાર્ય માન્યવર શ્રી કે. કા. શાસ્ત્રીજીએ સપ્રેમ કર્યું છે અને પ્રસ્થનાં બાહ્ય રૂપરંગમાં જે કાંઈ સૌષ્ઠવ છે તે તેમને જ આભારી છે, એટલે તેમને વિશેષ આભાર માનવો એ કર્તવ્ય છે. અનુવાદને ભાગ છપાઈ ગયા પછી પ્રસ્તાવના વગેરે અન્ય સામગ્રીમાં પાંચ છ માસની ઢીલને ઉદાર ભાવે નભાવી લેનાર અને ગ્રન્થને સુચારુ બનાવવાની પ્રેરણું આપનાર માન્યવર રસિકલાલભાઈ પરીખ, અધ્યક્ષ, ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનને વિશેષ ઋણી છું. પૂજ્યપાદ મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ વિશેષાવશ્યકભાષ્યની તેમણે કરાવેલ નકલ મને પાઠાંતરો લેવા આપી અને પ્રસ્તાવના વાંચીને તેમણે વૃદ્ધિપત્રની સૂચના આપી તે બદલ તેમને ઋણી છું. છેવટે શેઠશ્રી ભોળાભાઈ દલાલ અને શ્રી પ્રેમચંદભાઈ કાટાવાળાની રૂચિ જ આ ગ્રંથના આ રૂપમાં નિર્માણમાં નિમિત્ત બની છે તે બદલ તેમને પણ આભાર માનું છું. દલસુખ માલવણિયા બનારસ તા. ૩૦-૮-૫૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 428