Book Title: Gandharwad Author(s): Dalsukh Malvania Publisher: B J Institute View full book textPage 4
________________ પ્રકાશકીય શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાલા ટ્રસ્ટ તરફથી જૈન સાહિત્યના ગ્રંથે તૈયાર કરી પ્રગટ કરવો માટે મળેલા દાનમાંથી સંસ્થાએ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાલા ગ્રંથમાળાનું આયોજન કરેલ છે. આ ગ્રંથમાળામાં સને ૧૯૫૨માં આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ પ્રગટ કરવામાં આવેલી. પંડિત દલસુખભાઈ માલવણિયા જેવા ન્યાય તેમજ જૈન દર્શનના પ્રકાંડ પંડિત ટિપણું અને વિસ્તૃત પ્રસ્તાવનાથી સમલંકૃત કરેલ મૂળ સહિત ગુજરાતી અનુવાદ ધરાવતા આ ગ્રંથ વિદ્વત્સમાજ અને જૈન સમાજ દ્વારા ભારે આવકાર પામ્યો છે. આ ગ્રંથની પ્રતા છેલ્લાં કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય લઈને તેમજ તેની સતત માગ થતી હોઈને અહીં તેની બીજી આવૃત્તિ પ્રગટ કરવામાં આવે છે. આ આવૃત્તિ અંગે કિંમતી સૂચન કરવા બદલ ગ્રંથના લેખક પંડિત દલસુખભાઈ માલવણિયાનો તેમજ ગ્રંથનાં પ્રફવાચનનું કઠીન કાર્ય કરી આપવા માટે સંસ્થાના પ્રો. રસિકલાલ ત્રિપાઠીને હું આ તકે આભાર માનું છું. ગણધરવાદના આ નવા સંસ્કરણને પણ તેની પ્રથમ આવૃત્તિની જેમ ગુજરાતની જનતા, વિશેષતઃ જન સમાજ આવકારશે એવી આશા છે. રામનવમી, ૨૦૪૧ તા. ૩૧-૩-૮૫. પ્રવીણચંદ્ર પરીખ અધ્યક્ષ, . જે. જે. વિદ્યાભવન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 428