Book Title: Ek Abhivadan Occhav Ek Goshthi
Author(s): Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ સંયોજિત અને શ્રી જયંત કોઠારી સંશોધિત જૈન ગૂર્જર કવિઓની બીજી આવૃત્તિ ભાગ ૮-૯-૧૦નો વિમોચન અને સમગ્ર શ્રેણીની પૂર્ણાહુતિ સમારોહ પૂજ્ય આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી, પૂજ્ય આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી અને પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજીની નિશ્રામાં તા. ૧૯-૧-૯૭ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય(મુંબઈ)ના ઉપક્રમે શ્રી આંબાવાડી જે. મૂ. જૈન સંઘના આતિથ્થસહયોગમાં યોજવામાં આવ્યો હતો. આ સમારોહનો વિસ્તૃત અહેવાલ અહીં રજૂ કરવા સાથે “જૈન ગૂર્જર કવિઓ' ગ્રંથની સમીક્ષાઓ તેમજ સમારોહની ‘ગોષ્ઠિની બેઠકમાં “મધ્યકાલીન ગુજરાતી સાહિત્યવારસાના જતન અને પ્રકાશનના પ્રશ્નો વિશે વંચાયેલા નિબંધો અને તે ઉપરની ખુલ્લી ચર્ચા આ પુસ્તકમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. લેખસામગ્રીને અંતે હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને આ પુસ્તક સવિશેષ ઉપયોગી બનવાની આશા આ પુસ્તક-પ્રકાશનની પ્રેરણા માટે પૂજ્ય આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજીના અમે ઉપકારી છીએ. આ પુસ્તકના માર્ગદર્શક વિદ્વદ્વર્ય શ્રી જયંતિભાઈ કોઠારીનો, પુસ્તકનું સંપાદનકાર્ય ચીવટપૂર્વક સંભાળવા માટે ડૉ. કાન્તિભાઈ બી. શાહનો, પુસ્તકની લેખસામગ્રીના સહયોગી સૌ વિદ્વાનોનો તેમજ આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં જેમની પણ નાનીમોટી સહાય પ્રાપ્ત થઈ છે તે સૌનો અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ખાંતિલાલ ગો. શાહ ઑગસ્ટ ક્રાન્તિ માર્ગ, પ્રકાશભાઈ પ્ર. ઝવેરી મુંબઈ-૪૦૦ ૦૩૬ સુબોધરત્ન ચી. ગાર્ડ ૧૯-૯-૧૯૯૮ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 130