Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 5
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર
19
અભવ્ય આચાર્ય વિશે વંદનાદિવિષયક કુશલચિત્ત વ્યવહારનયથી અશુદ્ધ કહેવાય. (ગા.૧૩) વૈયાવચ્ચ સંશુદ્ધ યોગબીજ બને તે માટે ચાર શરત છે - ભાવયોગીની વૈયાવચ્ચ કરવી, પ્રશંસાની સ્પૃહા વિના કરવી, શાસ્ત્રવિધિથી સેવા કરવી, ઉત્સાહથી સેવા કરવી. (ગા.૧૪)
•
સંસારનો ઉદ્વેગ, શુદ્ધ ઔષધદાનનો અભિગ્રહ, વિધિપૂર્વક સિદ્ધાંતનું લેખન વગેરે યોગબીજ જાણવા. પવિત્ર શાસ્ત્રોનું લેખન, પૂજન, દાન, શ્રવણ, વાચના વગેરે યોગબીજ છે. (ગા.૧૫-૧૬) મિત્રાદૅષ્ટિવાળા જીવને યોગબીજ વિશે આંતરિક શંકા પ્રાયઃ હોતી નથી. મિત્રાયોગી ધીરજવાળા હોવાથી તેમને સ્વર્ગાદિ ફળની ઉત્સુકતા હોતી નથી. તેથી યોગબીજશ્રવણમાં પ્રગટ થતી અત્યંત ઉપાદેય બુદ્ધિથી કાળક્રમે તે મોક્ષ મેળવે છે. (ગા.૧૭) મિત્રાર્દષ્ટિવાળા જીવો ભદ્રક પરિણામી હોય છે. ગુણજ્ઞ અને ગુણાનુરાગી હોવાથી મિત્રાદષ્ટિવાળા આરાધક જીવને થતો સંત-સમાગમ તેમને મોક્ષને સાધવા માટે અવંચક યોગ સ્વરૂપ બને છે. (ગા.૧૮) અર્જુનના અમોઘ બાણની જેમ આ અવંચકયોગ સાધુની પ્રાપ્તિ વગે૨ે શુભ સંયોગને નિષ્ફળ જવા દેતો નથી. આવા સાધક સાધુને કૃતજ્ઞભાવે અહોભાવથી પ્રણામ કરે છે. તેનું કારણ એ છે કે તેની અંદરનો ભાવમળ – · સહજમલ ઘટેલ છે. જો ભાવમલ તીવ્ર હોય તો સાધુમાં પરમાર્થથી સાધુની બુદ્ધિ - ઉપાસ્ય તરીકેની બુદ્ધિ જ ન થાય. જેમ અતિશય તબિયત બગડેલી હોય છતાં દોડધામ કરનારની પ્રવૃત્તિ કુટુંબીજનોના પાલન-પોષણ માટે નથી પણ સ્વયં વધુ માંદા થવાથી બીજાને માટે બોજરૂપ/ખર્ચારૂપ થાય છે, તેમ ભારે કર્મીને સાધુનો સમાગમ અનાદર-આશાતનાદિ દ્વારા કર્મબંધ કરાવે છે. તથા હળુકર્મીને તે સાધુનો સમાગમ ઈષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ કરાવે છે. (ગા.૧૯૨૨) આ બધું ચરમયથાપ્રવૃત્તિકરણમાં શક્ય છે. કારણ કે જીવ અપૂર્વકરણની નજીક છે. માટે આ યથાપ્રવૃત્તકરણ ખરેખર અપૂર્વ જ છે. (ગા.૨૩) ગુણસ્થાન = આત્મગુણોનું ભાજન બને તેવી ભૂમિકા. મિથ્યાર્દષ્ટિને ગુણસ્થાન એવો શબ્દ લગાડેલ છે તે વાસ્તવમાં મિત્રાદષ્ટિમાં રહેલા જીવોને આશ્રયીને સાર્થક છે. (ગા.૨૪) મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલ જીવમાં મિથ્યાત્વ વ્યક્ત કે અવ્યક્ત બન્ને સ્વરૂપે રહી શકે છે. (ગા.૨૫)
સુદના ચંદ્રની કાંતિની જેમ મિત્રાદૅષ્ટિમાં રહેલ જીવમાં તત્ત્વરુચિ સતત વધતી જાય છે. આત્મશુદ્ધિ વધવાથી તેનો તત્ત્વચિનો ગુણ વિશુદ્ધ બનતો જાય છે. પરંતુ હજી તેનો કદાગ્રહ સંપૂર્ણપણે ગયેલ નથી. તેથી ક્યારેક પાપમિત્રના સંગે ભૃગુપાત વગેરે ગુણાભાસ સ્વરૂપ પ્રવૃત્તિ તે કરી બેસે છે. આ જીવ જેના સંગમાં આવે તેવો થાય છે, જેમ સ્ફટિકની સામે જે રંગની વસ્તુ આવે તેવા રંગનું સ્ફટિક દેખાય તેમ. માટે અહીં જીવે સતત સુસોબત પકડી રાખવી જોઈએ. આવી ગ્રંથકારશ્રી સોનેરી સલાહ મિત્રાયોગીને આપે છે. (ગા.૨૬-૨૯)
ઔષધિમાં અમૃત મુખ્ય છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે. તેમ જિનશાસનની અંદર, ગુણોમાં મુખ્ય સાધુનો સમાગમ મનાય છે. જેમ નાવ વિના મહાસાગર તરી ન શકાય તેમ સાધુ સમાગમ વિના ઉત્તમ યોગ મેળવી શકાતો નથી. મિત્રાદેષ્ટિમાં સદ્યોગાવંચક યોગની મુખ્યતા છે. માટે સાધક અહોભાવથી ગુણાનુરાગ દ્વારા સુસાધુના આલંબને યથાર્થ ગુણસ્થાનક મેળવીને અંતે પરમાનંદને પ્રાપ્ત કરે છે. આમ ક્રમશઃ મિત્રાદૅષ્ટિવાળા જીવનો આત્મવિકાસ જણાવીને ૨૧ મી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગા.૩૦-૩૨) ૨૨. તારાદિત્રયદ્વાત્રિંશિકા
ટૂંક્સાર
તારા નામની બીજી યોગદૃષ્ટિમાં મિત્રાદૃષ્ટિની અપેક્ષાએ થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International