________________
૧૦
છે અને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત રત્નત્રયને સમ્યક્ પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને જશે.
ધર્મના યથાર્થ સ્વરૂપને સમજાવવા માટે પ્રસ્તુત ધર્મવિધિપ્રકરણ ગ્રંથની રચના પરમપૂજયાચાર્યવર્ય શ્રીશ્રીપ્રભસૂરિમહારાજે કરેલ છે અને આ ગ્રંથ ઉપર તેઓશ્રીના પ્રશિષ્યરત્ન પરમપૂજયાચાર્યવર્ય શ્રીઉદયસિંહસૂરિ મહારાજે ધર્મવિધિપ્રકરણગ્રંથની વૃત્તિ રચેલ છે.
પ્રસ્તુત ગ્રંથમાં (૧) ધર્મની પરીક્ષા, (૨) ધર્મનો લાભ, (૩) ધર્મના ગુણો, (૪) ધર્મના દોષો, (પ) ધર્મના દાયક ગુરુઓ, (૬) ધર્મને યોગ્ય જીવો કોણ? (૭) ધર્મના ભેદો, (૮) ધર્મની ફળસિદ્ધિ આ આઠ દ્વારો દ્વારા ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવામાં આવેલ છે. દરેક દ્વારોનું વર્ણન કર્યા પછી તે તે દ્વાર ઉપર કથાનક-દષ્ટાંતો પણ આપવામાં આવેલ છે.
આ ધર્મવિધિપ્રકરણ ગ્રંથની પ્રતાકારે પ્રથમ આવૃત્તિ શ્રીહંસવિજય ફી લાયબ્રેરી તરફથી ગ્રંથાંક-૨૨ તરીકે પ્રકાશિત થયેલ, તે પ્રત જીર્ણ થઈ ગયેલ હોવાથી અને ધર્મના યથાર્થ સ્વરૂપને જાણવા માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી હોવાથી આ ગ્રંથના નવીનસંસ્કરણને પ્રકાશિત કરવાની મનમાં ભાવના જાગૃત થઈ અને મારી શુભભાવના મેં હૃતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને જણાવી તેમણે મારી શુભપ્રેરણાને ઝીલીને આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદન કાર્ય કરેલ છે અને આ ધર્મવિધિ પ્રકરણ ગ્રંથનું નવીનસંસ્કરણ અનુક્રમણિકા, વિષયદિગ્દર્શન, પરિશિષ્ટો વગેરેથી સમૃદ્ધ બની ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત થઈ રહેલ છે, તે મારા માટે અતિ આનંદનો વિષય બનેલ છે. - આ ગ્રંથના પ્રકાશનકાર્ય માટે મારા ગુરુબંધુવર્ય વર્ધમાનતપોનિધિ, સ્વાધ્યાયપ્રેમી ગણિવર્યશ્રીનયભદ્રવિજયજીએ મનમોહનપાર્શ્વનાથ જે.મૂ.મંદિર ટ્રસ્ટ ભવાની પેઠ-પૂના ના ટ્રસ્ટીઓને પ્રેરણા કરી અને તેમની શુભપ્રેરણાને ઝીલીને તેઓએ સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો લાભ લીધેલ છે તે અનુમોદનીય છે.
પ્રાંત અંતરની એ જ શુભભાવના વ્યક્ત કરું છું કે સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ ધર્મને આરાધી સાધી હું અને સૌ કોઈ ભવ્યાત્માઓ કૈવલ્યશ્રીને પ્રાપ્ત કરીને અષ્ટકર્મવિનિમુક્ત બની પરમપદને પામનારા બનીએ એ જ શુભાભિલાષા.
– પંચાસ વજસેનવિજય
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org