________________
१५
જે પ્રમાણે – કેશિગુરુની પાસે પ્રદેશી રાજાએ પરીક્ષા કરીને ધર્મ ગ્રહણ કર્યો, તે ધર્મ કલ્યાણને કરનારો થયો તે પ્રમાણે પરીક્ષા કરીને ગ્રહણ કરેલો ધર્મ અન્ય ધર્માર્થી જીવોને કલ્યાણ કરનારો થાય છે.
આ દ્વાર ઉપર પ્રદેશ રાજાનું દૃષ્ટાંત ટીકામાં ૨૫૦ શ્લોકમાં વર્ણવેલ છે. [[૨] ધર્મલાભ - અનાદિમોહનીયકર્મના ક્ષયોપશમભાવથી ધર્મનો લાભ થાય છે. તે મોહનીયકર્મનો ક્ષયોપશમ કઈ રીતે થાય છે તે બતાવતાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. તદંતર્ગત કર્મગ્રંથિનું સ્વરૂપ પણ બતાવેલ છે. ગ્રંથિનો ભેદ થયા પછી અનિવૃત્તિકરણ વડે જીવ સમ્યક્તને પ્રાપ્ત કરે છે. ત્યારપછી પલ્યોપમપૃથક્વ સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિ આદિ પ્રાપ્ત કરે છે. તે પૂર્વે નહિ પામેલ એવા સમ્યક્તસહિત દેશવિરતિ આદિરૂપ ધર્મને પામીને શું કરવું જોઈએ તે બતાવેલ છે.
જે પ્રમાણે - ઉદાયનરાજાએ હંમેશા નિર્મળબુદ્ધિથી ધર્મને ધારણ કર્યો તે પ્રમાણે ધર્મને નિર્મળબુદ્ધિથી ધારણ કરવો જોઈએ. આ ધાર ઉપર ઉદાયનરાજાનું દષ્ટાંત ૪૦૦ શ્લોકમાં વર્ણવેલ છે.
[૩] ધર્મગુણ - (ભવદુઃખરૂપી દરિદ્રતાનો વિનાશ જેનાથી થાય છે તેવું સમ્યગ્દર્શનરૂપ ચિંતામણિરત્ન પ્રાપ્ત થયે છતે નારક અને તિર્યંચગતિના દ્વારા સ્થગિત થઈ જાય છે અને દેવ, મનુષ્ય અને મોક્ષનું સુખ જીવને નિરંતર સ્વાધીન બને છે. શરત એટલી કે સમ્યગ્દષ્ટિજીવે સમ્યક્ત પામતા પૂર્વે નરક, તિર્યંચગતિનું આયુષ્ય બાંધેલું ન હોવું જોઈએ.
જે પ્રમાણે - કામદેવ શ્રાવક ચરમતીર્થનાયક વીરપરમાત્મા પાસેથી સમ્યક્વાદિ પરિણામસ્વરૂપ શ્રેષ્ઠ ધર્મ પામીને સુરસુખોને ભોગવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધિને પામશે.
આ ધાર ઉપર, કામદેવશ્રાવકનું દૃષ્ટાંત ૧૭૭ શ્લોકમાં વર્ણવેલ છે.
[૪] ધર્મદોષ :- (પ્રથમના ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ કષાયો માવજીવસુધી અનુસરનારા નરકગતિના કારણ છે. તે કષાયના ઉદયમાં ભવ્યજીવો પણ સમ્યત્વનો ત્યાગ કરે છે.
અગ્યારમા ગુણસ્થાનકને પામેલા કેવલિ સમાન ચારિત્રીઓ પણ કોઈક કર્મના વશથી અંતે અંતમૂહુર્ત પ્રમાણ કાળ પણ અનંતાનુબંધી કષાયના ઉદયમાં વર્તમાન મરણ પામે તો તેઓ સર્વ પણ હારીને પ્રથમકષાયના તીવ્રપણાથી નરકમાં પણ ઉત્પન્ન થાય છે.
૭. એજન ગ્રંથ ગાથા - ૭થી૧૪ ૮. એજન ગ્રંથ ગાથા – ૧પથી૧૭ ૯. એજન ગ્રંથ ગાથા - ૧૯થીર૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org