________________
છે, તે ઉત્તમ શરણરૂપ સર્વત્ર છવાયેલી અનંત અશરણતાનો એક માત્ર ઉપાય છે. એના વિના ભવાટવીભ્રમણમાં પ્રાણીને કોઈ સહાયરૂપ નથી. ધર્મ જીવને સંસારપરિભ્રમણથી છોડાવી ઉત્તમ સુખની પ્રાપ્તિ કરાવે છે, માટે સુખી થવું હોય – સર્વ ક્લેશથી છૂટવું હોય તો સર્વ રાગ-દ્વેષની ક્ષીણતારૂપ ધર્મ અંગીકાર કરવો જોઈએ, આરાધવો જોઈએ. ગ્રંથ-ગ્રંથકાર-વૃત્તિકાર અંગે :
‘ચંદ્રકુળના પરમપૂજયાચાર્યવયંસર્વદેવસૂરિ મહારાજના શિષ્ય પરમપૂજ્યાચાર્યવર્ય શ્રીપ્રભસૂરિમહારાજરચિત આ કૃતિ છે. જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા પ૭ પદ્ય આમાં છે. આ ગ્રંથમાં નીચે જણાવેલાં આઠ દ્વારોનું નિરૂપણ છે : (૧) ધર્મની પરીક્ષા, (૨) ધર્મની પ્રાપ્તિ, (૩) ધર્મના ગુણ તથા અતિશય, (૪) ધર્મના નાશનાં કારણો, (૫) ધર્મ દેનાર ગુરુ, (૬) ધર્મને યોગ્ય કોણ? (૭) ધર્મના પ્રકાર, (૮) ધર્મનું ફળ.
આ દ્વારના નિરૂપણમાં વિભિન્ન ઉદાહરણો આપવામાં આવ્યા છે. કથાઓ નીચે મુજબ છે : ઈલાપુત્ર, ઉદાયનરાજા, કામદેવશ્રાવક, જંબૂસ્વામી, નન્દમણિકાર, પ્રદેશ રાજા, મૂલદેવ, વંકચૂલ, વિષ્ણુકુમાર, સંપ્રતિરાજા, સુભદ્રા, સુરદત્ત શ્રેષ્ઠી અને સ્થૂલભદ્રા
આમાં સમ્પર્વની પ્રાપ્તિથી દેશવિરતિની પ્રાપ્તિ સુધીનો ક્રમ દર્શાવ્યો છે, તેમાં દાનાદિ ચતુર્વિધ ધર્મ તથા ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ એમ દ્વિવિધ ધર્મના વિશે કથન છે. આ ધર્મોનું નિરૂપણ કરતી વખતે સમ્યત્ત્વના દસ પ્રકાર અને શ્રાવકના બાર વ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
ટીકાઓ - કર્તાએ પોતે આના ઉપર ટીકા લખી હતી, પરંતુ તેમના પ્રશિષ્ય પૂ.ઉદયસિંહસૂરિમહારાજે વિ.સં. ૧૫૫૩માં તેના ખોવાઈ જવાનો - નષ્ટ થવાનો ઉલ્લેખ ધર્મવિધિની પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં શ્લોક-૬માં કર્યો છે. પૂ.ઉદયસિંહસૂરિમહારજની
૨. સં. ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિએ ધર્મવિધિગ્રંથ રચ્યો (કે જેના ઉપર તેમના પ્રશિષ્ય શ્રીઉદયસિંહસૂરિએ સં. ૧૨૮૬માં રસમંગલસૂર્યમિતે વર્ષે ટીકા રચી છે.)
[.સા.સ.ઈ. નવી આવૃત્તિ પૃ. ૨૨૭ ૫.૪૯૨] ૩. સં. ૧૨૮૬માં ચંદ્રગચ્છના સર્વદેવ-શ્રીપ્રભ-માણિક્યપ્રભસૂરિશિષ્ય ઉદયસિંહસૂરિએ પ્રગુરુ
શ્રીપ્રભસૂરિની ધર્મવિધિ પર વૃત્તિ ચંદ્રાવતીમાં રચી. શ્રીપ્રભસૂરિના ચાર શિષ્યો હતા : ભુવનરત્નસૂરિ, નેમિપ્રભ, માણિક્યપ્રભસૂરિ અને મહીચંદ્રસૂરિ, તે પૈકી પ્રથમના પોતાના દીક્ષાગુરુ, બીજા મામા, ત્રીજા શિક્ષાગુરુને ચોથા આચાર્યપદ આપનાર હતા એમ વૃત્તિકાર ઉદયસિંહસૂરિ જણાવે છે. આ વૃત્તિને રવિપ્રભસૂરિના શિષ્ય મહાકવિ વિનયચંદ્ર શોધી અને વૃત્તિ રચવામાં વિમલચંદ્ર સહાય આપી. આની પ્રથમ પ્રતિ ચંદ્રાવતીમાં શ્રેષ્ઠિ સોમદેવની પુત્રી રાજીમતીએ લખી.
[ર્જ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પૃ. ૨૬૨ ૫.૫૬૬]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org