________________
१६
બીજા-ત્રીજા અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ચાર કષાયો અનુક્રમે એકવર્ષ અને ચારમાસ રહેનારા તિર્યંચ અને મનુષ્યગતિના કારણ છે અને આ કષાયના ઉદયથી જીવો અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ વિરતિનું વમન કરે છે.
ચોથા સંજવલન ક્રોધાદિ ચાર કષાયો પક્ષ-૧૫ દિવસ રહેનારા છે અને દેવગતિના કારણ છે. આ કષાયના ઉદયથી જીવો મૂલ-ઉત્તરગુણમાં અતિચાર પ્રાપ્ત કરે છે.
જે પ્રમાણે – પ્રથમ અનંતાનુબંધી ક્રોધાદિ કષાયો વડે સમ્યક્વાદિધર્મના પરિણામથી શ્રુત થયેલ નંદમણિકાર શ્રેષ્ઠી થોડા કાળમાં મરીને તિર્યચપણાને પામ્યા-દેડકો થયા.
આ ધાર ઉપર, નંદિમણિયારશ્રેષ્ઠીનું દષ્ટાંત ૧૯૭ શ્લોકમાં વર્ણવેલ છે.
[૫] ધર્મદાયક :- ૧૦ધર્મના દાયક ગુરુઓ જ્ઞાનાદિપંચવિધ આચારના પાલક, પજીવનિકાયના રક્ષણમાં ઉદ્યમવંત, પાંચસમિતિ અને ત્રણગુપ્તિથી ગુમ ગુણવંત એવા ગુરુ ૧૧છત્રીસ ગુણોથી યુક્ત જાણવા ૧૨અથવા પાંચ મહાવ્રતથી યુક્ત, જ્ઞાનાદિપંચવિધ આચારના પાલનમાં ઉઘુક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એ ૧૮ ભેદો સ્વયં કરતા હોવાથી અને બીજા પાસે કરાવતાં હોવાથી ત્રીશ ગુણ ગુરુના થાય છે. આવા છત્રીશ ગુણોથી યુક્ત ગુરુની પાસે વિશુદ્ધ ધર્મપરિણામ શુદ્ધબુદ્ધિથી સમ્યક્તાદિ ધર્મ અને આદિ શબ્દથી સર્વવિરતિરૂપ ધર્મ અને દેશવિરતિરૂપ ધર્મ ગ્રહણ કરવો જોઈએ. કારણકે જે ગુરુઓ પ્રવાહણની જેમ લોભ રહિત છે તેઓ ભવસાગરમાં પોતાને અને પર તારવા માટે સમર્થ છે. લોભાદિગ્રસ્ત ગુરુઓ સ્વ-પરને ભવસાગરમાં તારવા સમર્થ નથી.
જે પ્રમાણે–આચાર્ય આર્યસુહસ્તસૂરિગુરુના પ્રસાદ મહિમાથી સંપ્રતિ રાજા નિરુપમસુખના સમૂહને પામ્યા.
આ ધાર ઉપર સંપ્રતિરાજાનું દૃષ્ટાંત ૩૯૦ શ્લોકમાં વર્ણવેલ છે.
[૬] ધર્મયોગ્ય - સમ્યક્તાદિ ધર્મયોગ્ય જીવ અક્ષુદ્રાદિ એકવીશ ગુણોથી યુક્ત હોય છે. તે ૧૪એકવીશ ગુણો ધર્મરત્નપ્રકરણની ગાથા ૫-૬-૭ની સાક્ષી આપી ટીકામાં બતાવ્યાં છે. યોગ્યજીવને આ ધર્મ પરમપદનું કારણ બને છે. જેમ-ગાયને ખવડાવેલ ઘાસ ઉત્તમ ખીરનું કારણ બને છે. વળી અયોગ્ય જીવને આ ધર્મ વિષની જેમ વિનાશનું કારણ બને છે. જેમ-સાપના પેટમાં નાંખેલ દૂધ વિષનું કારણ બને છે.
૧૦. એજન ગ્રંથ ગાથા - ૨૨થી૩૦ ૧૧. ૩૬ ગુણો જુઓ એજન ગ્રંથ ગાથા - ૨૩થી ૨૬ ૧૨. ૩૬ ગુણો જુઓ એજન ગ્રંથ ગાથા - ૨૭ ૧૩. એજન ગ્રંથ ગાથા - ૩૧થી૩૩ ૧૪. ૨૧ ગુણો જુઓ એજન ગ્રંથ ગાથા-૩૧ની ટીકા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org