________________
સદુપદેશરહસ્યઃ-૩૭૭ ભવ્ય જીવો ! પૂર્વોક્ત અર્થના શ્રવણથી તમે પણ વીરજિનરાજના શાસનથી નિધિની જેમ ધર્મને પ્રાપ્ત કરીને થોડા કાળમાં દુર્ગતિના ભાવનો ક્ષય કરો. નિધિ રાજશાસનથી પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થયેલ નિધિ દારિઘને દૂર કરે છે. એ રીતે વીરજિનરાજના શાસનથી ધર્મની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત થયેલો ધર્મ દુર્ગતિમાં લઈ જતો નથી.
ગ્રન્થકારશ્રીનું વિશેષતાત્પર્ય - ૩૮દુષમકાળ, તુચ્છબળ આદિ શબ્દથી હુંડાઅવસર્પિણી, હુડકસંસ્થાન, દક્ષિણભારતમાં વાસ આદિનું આલંબન લઈને રત્નના જેવું અત્યંત દુર્લભ મનુષ્યપણું પામીને નિરર્થક ન વીતાવો અર્થાત્ પ્રમાદ ન કરો.
ધર્મવિધિ આચરનારને શાશ્વત ફળપ્રાપ્તિ :- ૩૯ શ્રીશ્રીપ્રભસૂરિ નામના આચાર્ય વડે સમ્યગુ કહેવાયેલ આ શ્રીધર્મવિધિને જે ભવ્ય જીવો આચરે છે તે ભવ્યજીવો શાશ્વત સુખોને પામે છે.
આ રીતે શ્રીશ્રીપ્રભસૂરિએ ધર્મવિધિસૂત્ર રચ્યું છે. ત્યારપછી ગ્રંથના વૃત્તિકાર શ્રીઉદયસિંહસૂરિમહારાજ ૪°સ્વગુરુપરંપરાને સંક્ષેપથી કહેલ છે.
૨૦ શ્લોકોમાં વૃત્તિકારશ્રીએ પોતાની ગુરુપરંપરા અને ગ્રંથની રચના ક્યારે થઈ, વૃત્તિની રચના કયારે થઈ, ગ્રંથની પ્રથમ પ્રતિ કોણે લખી વગેરે કહેલ છે.
પ્રથમ આવૃત્તિ અંગે - આ ધર્મવિધિપ્રકરણ ગ્રંથની પ્રતાકારે પ્રથમવૃત્તિ શ્રીહંસવિજયજી ફ્રી લાયબ્રેરી – અમદાવાદ ગ્રં. નં. ૨૨ તરીકે પૂ. મુનિરાજશ્રી હંસવિજયજી શિષ્ય પં. સમ્પતવિજયજીગણિના ઉપદેશથી સેક્રેટરી જેસંગભાઈ છોટાલાલ સુતરીયા, લુણસાવાડ - મોટીપોળ અમદાવાદથી વીર સં. ૨૪૫૦, ઈ. સ. ૧૯૨૪માં પ્રકાશિત થયેલ છે.
નવીનસંસ્કરણ અંગે :- હંસવિજયજી ફ્રી લાયબ્રેરીથી ગ્રં. નં. ૨૨ તરીકે પ્રતાકારે પ્રકાશિત થયેલ આ આવૃત્તિ કાળક્રમે જીર્ણ થઈ ગયેલ હોવાથી અને ધર્મની વિધિ, ધર્મનું સ્વરૂપ વગેરે જાણવા માટે આ ગ્રંથ ઉપયોગી હોવાથી પરમપૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજની શુભપ્રેરણાથી આ ગ્રંથનું નવીનસંસ્કરણ પુસ્તકાકારે વિષયાનુક્રમણિકા, વિષયદિગ્દર્શન અને સાત પરિશિષ્ટ સહ ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત કરવામાં આવે છે. પ્રથમ આવૃત્તિની મુદ્રિત પ્રત અમને કોબા-કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે, તે પ્રતના આધારે કાર્ય કરેલ છે. સ્વ ક્ષયોપશમ અનુસાર યથાશક્ય શુદ્ધિકરણપૂર્વકનું કાર્ય કરવા માટે પ્રયત્ન કરેલ છે, આમ છતાં પ્રથમવૃત્તિમાં અમુક પૃષ્ઠ ઉપર અક્ષરો બરાબર છપાયા ન હોવાથી તે અક્ષરો સમજાતાં ન હોવાથી મુદ્રણાદિદોષથી કે દષ્ટિદોષથી કે
૩૭. એજન ગ્રંથ ગાથા - પપ ૩૮, એજન ગ્રંથ ગાથા – ૫૬ ૩૯. એજન ગ્રંથ ગાથા – ૫૭ ૪૦. ગ્રંથ પ્રશસ્તિ જુઓ એજન ગ્રંથ પૃષ્ઠ ૩૬થી૩૬૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org