________________
१७ સદ્ગુરુની સંપૂર્ણ દેશના તો દૂર રહો, પરંતુ સદ્ગુરુના ઉપદેશનો અંશને પણ પામીને કેટલાક ભવ્ય જીવો યોગ્યતાથી દઢધર્મવાળા થાય છે.
જે પ્રમાણે – નૃપપુત્રવંકચૂલ સદ્ગુરુ પાસેથી ચાર નિયમો ગ્રહણ કરીને આપત્તિઓમાં પણ પ્રાણના ભોગે નિયમનું દઢપાલન કરીને સુગતિભાગી બન્યો.
આ ધાર ઉપર વંકચૂલનું દૃષ્ટાંત ૨૮૭ શ્લોકમાં વર્ણવેલ છે.
[૭] ધર્મભેદ :- ૧૫સમ્યક્તાદિરૂપ ધર્મ તીર્થંકર ભગવંતો વડે ચાર પ્રકારે અથવા બે પ્રકારે કહ્યો છે. તેમાં પ્રથમ દાન, શીલ, તપ અને ભાવથી ચાર પ્રકારનો ધર્મ બતાવેલ છે.
(૧) દાનધર્મ :- જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત એવા તપરૂપ ધનવાળા પાત્રમાં ભિક્ષાના ૧૬બેંતાલીશ દોષોથી રહિત ભક્ત-પાનાદિ આપવા તે દાનધર્મ છે.
(૨) શીલધર્મ - દિવ્ય એવા કામરતિ સુખથી અને ઔદારિકાદિ સુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ, એ પ્રકારે અઢાર દોષથી રહિત બ્રહ્મનું પાલન શીલધર્મ છે.
(૩) તપધર્મ - કર્મોને જે બાળે – દગ્ધ કરે તે સિદ્ધાંતમાં કહેલ, પૂર્વાચાર્યોએ આચરેલ અનેક પ્રકારનો નિરાશસભાવથી = ઈહ પરલોકાદિ આકાંક્ષા રહિત, તપધર્મ કહેલ છે.
(૪) ભાવધર્મ - મન, વચન અને કાયાવડે શુદ્ધ એવી ૧૮બાર ભાવનાઓ કહેલ છે. આ રીતે દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચાર પ્રકારના ધર્મ કહેવાયો છે.
૧૯સાધુ એવા પાત્રને = મહામુનિને, શુદ્ધ = ભિક્ષાના બેતાલીશ દોષથી રહિત ભક્તિપૂર્વક જે દાન આપે છે, તેઓ આ જન્મમાં પણ મૂલદેવની જેમ લક્ષ્મીના પાત્ર બને છે.
દાનધર્મ ઉપર મૂલદેવનું દાંત ૩૦૧ શ્લોકમાં વર્ણવેલ છે.
૨૦જે ભવ્યજીવો ત્રણલોકમાં જયઘોષને કરનાર એવા વિશુદ્ધ શીલને ધારણ કરે છે તેઓ સુભદ્રાની જેમ રાજા વગેરેને પણ નમસ્કાર કરવા યોગ્ય છે.
શીલધર્મ ઉપર સુભદ્રાનું દૃષ્ટાંત ૧૩૨ શ્લોકમાં વર્ણવેલ છે.
૨૧છટ્ટ-અટ્ટમ આદિ તપોલબ્ધિથી ઉત્પન્ન થયેલ માહાભ્યથી જિનશાસનની ઉન્નતિ કરનારા મહાસત્ત્વશાળી જીવો વિષ્ણુકુમારની જેમ સિદ્ધ થાય છે.
૧૫. એજન ગ્રંથ ગાથા - ૩૪-૩૫ ૧૬. ભિક્ષાના ૪૨ દોષો જુઓ એજન ગ્રંથ ગાથા - ૩પની ટીકા ૧૭. અનેક પ્રકારના તપોની સંગ્રહ ગાથા જુઓ એજન ગ્રંથ ગાથા-૩૫ની ટીકા ૧૮. બાર ભાવનાઓની સંગ્રહ ગાથા જુઓ એજન ગ્રંથ ગાથા ૩૫ની ટીકા ૧૯. એજન ગ્રંથ ગાથા – ૩૬ ૨૦. એજન ગ્રંથ ગાથા – ૩૭ ૨૧. એજન ગ્રંથ ગાથા - ૩૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org