________________
१२
તેને સમ્યજ્ઞાન કહે છે અને પોતાના ચૈતન્યસ્વભાવમાં સ્થિરતા કરવી તેને સમ્યક્ચારિત્ર કહે છે.
સ્વભાવમાં જેટલી સ્થિરતા તેટલો રાગ-દ્વેષનો અભાવ અને તેટલો ધર્મ, સ્વભાવમાં પૂર્ણપણે સ્થિર થતાં સમસ્ત રાગ-દ્વેષનો અભાવ થાય છે, તે સમ્યક્ચારિત્રની પૂર્ણતા છે અને તે ધર્મની પણ પૂર્ણતા છે. આ પ્રકારે રાગ-દ્વેષનો અભાવ એ જ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતારૂપ ધર્મ છે.
[૨] વસ્તુનો સ્વભાવ તે ધર્મ. આત્માને સ્વભાવમાં ધારી રાખે, તેને સ્વભાવમાંથી પરભાવમાં જવા ન દે એને ધર્મ કહ્યો છે. જેમ જળનો સ્વભાવ શીતળતા છે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા છે, તેમ જીવવસ્તુ જ્ઞાન-દર્શનમય ચેતનાસ્વરૂપ છે. તે ચેતના શુદ્ધસ્વરૂપે પરિણમે તે ધર્મ છે. જ્યાં રાગ-દ્વેષની પુષ્ટિ થતી હોય અને શુદ્ધભાવની પુષ્ટિ થતી ન હોય ત્યાં ધર્મ નથી. રાગ-દ્વેષરૂપ સંક્લેશપરિણામના અભાવરૂપ વીતરાગભાવરૂપ શુદ્ધ પરિણામને શ્રીજિનેશ્વરદેવે ધર્મ કહ્યો છે. તાત્પર્ય કે આત્મા રાગ-દ્વેષાદિરૂપ ન પરિણમે અને પોતાના સ્વભાવમાં સ્થિત રહે તે ધર્મ છે.
[૩] ક્રોધ કષાયનો અભાવ તે ક્ષમા છે, માનનો અભાવ તે માર્દવ છે, માયાનો અભાવ તે આર્જવ છે અને લોભનો અભાવ તે સંતોષ છે. આ રીતે ધર્મના દશ લક્ષણો દ્વારા કષાયોના અભાવને અર્થાત્ રાગ-દ્વેષના અભાવને ધર્મ કહ્યો છે.
[૪] રાગ-દ્વેષ આત્માના વીતરાગસ્વભાવના ઘાતક છે, રાગ-દ્વેષની હયાતી જ આત્મસ્વભાવનો ઘાત કરે છે, તેથી તે આત્માની હિંસા છે. રાગ-દ્વેષના અભાવમાં આત્મસ્વભાવનો ઘાત થતો નથી, તેથી તેને અહિંસા કહે છે. જીવઘાત એ બાહ્ય હિંસા છે અને તે પણ અંતરમાં રાગ-દ્વેષ હોવાના કારણે થાય છે. ૧રાગ-દ્વેષની તીવ્રતામાં અસાવધાનીથી પ્રમાદસહિત પ્રવૃત્તિ થાય ત્યારે અન્ય જીવ મરે કે ન મરે તો પણ ત્યાં અવશ્ય હિંસા છે જ. બહારની ક્રિયાઓ તો તેનાં પ્રતિફળ છે. તાત્પર્ય એ છે કે રાગ-દ્વેષનું થવું તે હિંસા છે, અને રાગ-દ્વેષના મટવાને અહિંસાધર્મ કહેવામાં આવે છે.
આમ, વિભિન્ન દૃષ્ટિકોણથી નિરૂપાયેલી ધર્મની વ્યાખ્યાઓને સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તે સર્વ એકાર્થવાચક જણાય છે. તે સર્વ વ્યાખ્યાઓ રાગ-દ્વેષના અભાવ પ્રત્યે સંકેત કરે છે. ધર્મની વિવિધ વ્યાખ્યાઓમાં રાગ-દ્વેષનો અભાવ એટલે કે વીતરાગતાનું લક્ષ જ દેખાય છે. આ રાગ-દ્વેષના અભાવરૂપ ધર્મથી જ જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. રાગ-દ્વેષના અભાવરૂપ ધર્મ પરમ અમૃતસ્વરૂપ છે. તે ધર્મ સર્વ દુ:ખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરે છે. નિરંતર ભય ક્લેશ અને સંતાપથી ભરેલા આ સંસારમાં ધર્મ એક જ સારરૂપ છે, સુખરૂપ
૧. પ્રમત્તયોાત્ પ્રાવ્યપરોપમાં હિંસા ॥ તત્ત્વાર્થ/૬.૭ સૂ.૮
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org