Book Title: Dharm Anupreksha Author(s): Vajrasenvijay Publisher: Bhandrankar Prakashan View full book textPage 5
________________ સંપાદકીય ધર્મકલ્પદ્રુમસ્યતા, મુલે મૈત્યાદિ ભાવના, યૅર્ન જ્ઞાતા ન ચાલ્પસ્તાસ તેષામતિ દુર્લભઃ ધર્મકલ્પવૃક્ષનું મૂળ મૈત્યાદિ ભાવનાઓ છે, એ જેણે નથી જાણ્યું અને જેણે અભ્યાસ નથી કર્યો તેના માટે ધર્મ આવવો કઠીન છે. આ શાસ્ત્રીય પંક્તિને નજરમાં રાખીને જૈનજગત મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ ભાવનાના ભાવોથી ભાવિત બને, તે માટે નમસ્કાર મહામંત્ર તેનું મુખ્ય સાધન છે. તે ચિંતવીને અમારા પરમ ઉપકારી, પરમ ગુરુદેવ, પંન્યાસ પ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીએ નમસ્કાર મહામંત્રની ઉપાસના કરી, આરાધના-સાધના કરી અને તેના ફળસ્વરૂપે મૈત્યાદિ ભાવોથી ભાવિત બન્યા. મહાપુરુષની મહાનતા કે મને જે પદાર્થ મળ્યો તે હું યોગ્ય આત્માઓને આપું. તે માટે કોઈ આલંબન જોઈએ અને આરાધનાસાધનાને પામેલા ભાવવાળા ઉત્તમ શ્રાવકોની વિનંતીને લક્ષ્યમાં રાખીને અંતરના આશીષ આપ્યા કે, નમસ્કાર મહામંત્રની અનુપ્રેક્ષા તેમજ મૈત્રાદિ ભાવનાનું વિવેચન લેખનમાં કર્યું અને સાથો-સાથ કેટલાક પૂજ્ય-શ્રાવકોને શ્રાવકો દ્વારા વિનંતી કરાઈ અને તે પૂજ્યોસાધકોમાંથી કેટલાક જ્ઞાનના ક્ષયોપશમથી ચિંતનો-લેખો લખીને મોકલ્યા અને તે બધા ધર્મચક્રઅંકમાં પ્રકાશિત કરાયા. ૨૨ અંકો થયા ત્યારબાદ કેટલાક કારણોસર એ સામાયિક બંધ થયું. વચ્ચે ૫૦-૫૦ વર્ષથી વધુ વર્ષોનો કાળ-સમય પસાર થઈ ગયો. પણ જુના અંકોની ફાઈલ-અમારા ગુરુદેવ, હાલારના હીરલા, આચાર્યદેવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજાએ સંગ્રહી રાખેલી. આરાધના-સાધનાના ચાહક તથા પૂજ્યપા, અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી મહારાજા પ્રત્યે અત્યંત ભક્તિવંત મદ્રાસ-ચેન્નાઈ રહેતા રાજસ્થાનનાં ઘાણેરાવ ગામનાં અત્યંત ભાવુક આરાધક-સાધક-ચિંતક સુશ્રાવક શાંતિભાઈ જૈનની ભાવના રહેતી. જે અમને બે-ત્રણ વખત ભાવનાની ટકોર કરી કે, “સાહેબ! ધર્મચક્રના લેખો ફરીથી છપાવવા છે. અમે થોડો ટાઈમ તો ધ્યાન ન આપ્યું પણ પીંડવાડા સ્વાધ્યાય માટે આવ્યા અને ત્યારે ભક્તિપૂર્વક આગ્રહ રાખ્યો કે, “સાહેબજી...! હવે..આપ કૃપા કરીને આ લેખોનો સંગ્રહ પ્રકાશિત કરીને આવું ચિંતનાત્મક સાહિત્ય જૈન જગતને ભેટ ધરો.”Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 442