Book Title: Dharm Anupreksha Author(s): Vajrasenvijay Publisher: Bhandrankar Prakashan View full book textPage 4
________________ પ્રકાશકીય પરમપૂજ્ય, નમસ્કાર મહામંત્રના સાધક, મૈત્રાદિભાવોથી ભાવિત આત્મા પરમાત્મભાવ સંપન્ન, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના રગેરગમાં, રૂંવાડે રૂંવાડે, પરમાત્મા પ્રત્યેની અવિહડભક્તિનાં કારણે-પરમાત્માને ભાવથી નમસ્કાર કરાવતો મંત્રસૂત્ર નવકારમંત્ર-તેમજ શુભભાવનાઓ વર્તમાનના જૈન સમાજને અધ્યાત્મભાવમાં પ્રવેશ કરાવી શકે તે માટે તે-તે વિષયોના ચિંતક-લેખક-અનુભવી મહાત્માઓપુણ્યાત્માઓના ચિંતનો-લેખો-અનુભવો લઈને દરમહિને ભાવિકોને ચિંતન-અમૃતનું આચમન થતું રહે તે માટે વિચારતા હતા. તે માટે કેટલાક અધ્યાત્મજીજ્ઞાષ પુણ્યાત્માઓની માંગ થઈ કે, ભગવન્! આવું કિંઈક થાય તો સારું અને એક શ્રાવકરત્ન સુશ્રાવક મફતલાલ સંઘવીએ શ્રીધર્મચક્ર નામે માસિક ચાલું કર્યું. તેનાં તે તે અંકોમાં આવેલા પૂજ્યોના ચિંતનો ખૂબ જ ઉપકારક બન્યા. અંકોમાં રહેલા ચિંતનો એક વોલ્યુમમાં જો વાંચવા મળે તો ખૂબ જ આનંદ થાય તેવી વિચારણાથી મદ્રાસ રહેતા સૌરીલાલજી જૈન વ્યાવરવાળાના કલ્યાણ મિત્ર સુશ્રાવક શાંતિભાઈ ઘાણેરાવવાળાએ પૂજ્ય પંન્યાસ શ્રીવજસેનવિજયજી મહારાજ પાસે રાજસ્થાન-પીંડવાડા મુકામે સ્વાધ્યાય માટે ગયા અને ત્યાં તેમણે વિનંતિ કરી. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબીયત હોવા છતાં પણ પૂજ્યશ્રીએ પોતાના લઘુગુરુબંધુ આચાર્ય શ્રી મનમોહનસૂરિજી તથા આચાર્ય શ્રીહેમપ્રભસૂરિજીને ભલામણ કરી અને બન્ને પૂજ્યોએ લેખોને સેટ કરી આપ્યા. જે આજે આપણે એક ગ્રંથરૂપે પામી શક્યા છીએ, બસ, આ ચિંતનોના વાંચન દ્વારા આત્મા-કલ્યાણ સાધીએ...એજ. આ લેખોના બે વિભાગ કર્યા :પ્રથમ ધર્મ અનુપ્રેક્ષામાં પૂજ્ય-ગુરુભગવંતોના વિશેષ લેખો છે. દ્વિતીય ધર્મચિંતનમાં પૂજ્ય પંન્યાસજી શ્રીભદ્રંકરવિજયજી મહારાજના બાકીના લેખો તેમજ સાધક પુણ્યાત્માઓના લેખો છે, તેમજ પરિશિષ્ટમાં ઉપયોગી સામગ્રી છે. ભદ્રંકર પ્રકાશનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 442