Book Title: Dhammilkumar Charitra Author(s): Jayshekharsuri, Vitthalji H Lalan Publisher: Vitthalji H Lalan View full book textPage 3
________________ — -) પ્રસ્તાવના. ( સુજ્ઞ વાચકે, આ “ધમ્પિલકુમાર ચરિત્ર” નામનો ગ્રંથ મૂળ સંસ્કૃત કો અને તેના ભાષાંતર સહિત બહાર પાડતાં મને અનહદ આનંદ થાય છે. આ ગ્રંથના મૂળ કર્તા કવિવર્ય અંચલગચ્છી શ્રીમાન જયશેખરસૂરિજી મહારાજ સં. ૧૪પદના અરસામાં થયેલા છે. આ ગ્રંથ ફક્ત મૂળ એટલે ભાષાંતરવિના પહેલી આવૃત્તિની પ્રેસ કેપી (મારા સ્વ. પિતાજી પં. હીરાલાલભાઈએ) જુની પ્રતઉપરથી લખી, અને અમે છાપી, બાદ બીજી આવૃત્તિ પણ અમે છાપેલ, બાદ ત્રીજી આવૃત્તિ ભાષાંતર સહિતની પ્રત આકારે ચાર ભાગમાં છાપી, આ ભાષાંતર સ્વ. પંડિત હીરાલાલભાઇની નિગેબાની નીચે મારા ભાઈ મનસુખલાલે કર્યું, તે તમામ પ્રતો ખપી જવાથી અને ચાલુ માંગણી રહેવાથી આ સાહસ મેં કર્યું, અને આ વખતે બુક આકારે આપની સમક્ષ રજુ કરું છું. આ ગ્રંથની સંસ્કૃત કવિતા એટલી બધી રસવાળી અને પ્રાસ સહિત છે કે જે વાંચતાં તેના શેખીનાને ઘણેજ આનંદ થાય તેમ છે. વળી આ ચરિત્રમાં વાર્તાની રચના અને દૃષ્ટાંત એવાં પ્રાસંગિક અને રસવાળાં મુક્યાં છે કે જે બુક હાથમાં લીધા પછી મુકવાનું મન નહિ થાય. તેમજ થોડા સંસ્કૃત અભ્યાસવાળાને પિતાની મેળે પંડિત વિના પણ અભ્યાસ વધી શકે તેવી સગવડવાળું ભાષાંતર હેઇને તેમને અતિ ઉપયોગી છે. તેમજ આ ગ્રંથ કેટલે રસિક અને માનનીય છે તેને ખ્યાલ તેની આ ચોથી આવૃત્તિ કરવી પડી તેથીજ બસ થઈ રહેશે. ભાષાંતર સહિતની ત્રીજી આવૃત્તિની આ ગ્રંથની ચારે ભાગની કિંમત તે વખતે રૂા. ૧૩ રાખવામાં આવી હતી, આ વખતે વધારે લાભ લેવાય તે માટે તેની કિંમત ફકત રૂા. ૬) રાખવામાં આવી છે, જેથી જ્ઞાનભંડારો તથા લાયબ્રેરી વિગેરે સુખેથી લઈ શકશે. . હું પંડિત કે વિદ્વાન નથી, સાધારણ સંસ્કૃત અભ્યાસ સાથે અનુભવ ૨૫) વર્ષો થયાં સ્વ. પંડિતજી સાથેને લખવા વાંચવાને હાઇને આ મહાન ગ્રંથનો મુ બહુ કાળજીથી વાંચી બહાર પાડેલ છે, છતાં કોઈ ભુલ લાગે તે સુધારી વાંચવા નમ્ર વિનંતિ છે. - સેવક, જામનગર 1 સં. ૧૯૮૬ જ્યેષ્ઠ સુદ ૭ /- વીઠલજી હીરાલાલ લાલન,Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 548