Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ દયાપ્રેરિત હત્યા ઇતર અને જૈન તત્ત્વષ્ટિ ઝેરી દવા આપીને કે અન્ય રીતે, વહેલો અંત આણવો એનું નામ યૂથેનેશિયા. અઢી હજાર વર્ષ પૂર્વે પ્રાચીન ગ્રીસમાં પ્લેટો, ઍરિસ્ટૉટલ, સૉક્રેટીસ વગેરેએ આ પ્રશ્નની છણાવટ કરી હતી. સેનેકાએ કહ્યું હતું કે “Just as I choose a ship to sail in or a house to live in, so I choose a death for my passage from life." - યૂથેનેશિયાનો આ પ્રશ્ન ઘણો નાજુક છે. એમાં એક બાજુ લાગણી અને ભાવના રહેલાં છે, તો બીજી બાજુ બુદ્ધિ અને તર્ક રહેલાં છે. એટલે જ એની ચર્ચા આજદિવસ સુધી ચાલ્યા કરી છે. કેટલાકે એનું સમર્થન કર્યું છે તો કેટલાકે એનો વિરોધ પણ કર્યો છે. દાક્તરો, ન્યાયાધીશો, રાજ્યકર્તાઓ, સમાજસેવકો, અર્થશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, ધર્માચાર્યો વગેરે ક્યારેય આ વિષયમાં સર્વસંમત થયા નથી, કારણ કે એમાં ધર્મ, નીતિ, સદાચાર, તબીબી નીતિમત્તા અને આચારસંહિતા, કાયદો અને ન્યાય, સામાજિક પ્રત્યાઘાતો, આર્થિક સંજોગો, ગેરરીતિનાં ભયસ્થાનો, માનસશાસ્ત્રીય પ્રશ્નો ઇત્યાદિ ઘણી બાબતો સંકળાયેલી છે. ૩૦૯ યૂથેનેશિયા માટે ઈ. સ. ૧૯૩૧-૩૨માં ઇંગ્લૅન્ડમાં ડૉ. કિલિક મિલાર્ડે ઝુંબેશ ઉપાડી હતી અને તે માટે એક સોસાયટીની સ્થાપના કરી હતી. તેવી જ રીતે ઈ. સ. ૧૯૩૮માં અમેરિકામાં યૂથેનેશિયા સોસાયટીની સ્થાપના થઈ હતી, પરંતુ ઇંગ્લૅન્ડે કે અમેરિકાએ તેને કાયદેસરની માન્યતા આપી નહોતી. અપવાદરૂપ એકાદ-બે દેશો સિવાય દુનિયાના તમામ દેશોમાં યૂથેનેશિયા કાયદેસર ગુનો લેખાય છે અને તે માટે સજા થાય છે. કોઈક કિસ્સાઓમાં સમગ્ર પરિસ્થિતિને લક્ષમાં લઈ ન્યાયાધીશે ગુનેગારને માફી આપી હોય તે જુદી વાત છે. યૂથેનેશિયા જેવા ગ્રીક શબ્દ માટે વખત જતાં અંગ્રેજીમાં mercy killing જેવો શબ્દપ્રયોગ પ્રચલિત થયો છે. પરંતુ એ શબ્દપ્રયોગ માટે બધા સંમત નથી, કારણ કે mercy અને killing એ બંને શબ્દો પરસ્પર વિરુદ્ધ અર્થવાળા છે અને killing શબ્દ બહુ ભારે અને આક્રમક સ્વરૂપનો લાગે છે, એટલા માટે કેટલાક mercy cnding જેવો શબ્દપ્રયોગ સૂચવે છે, પણ તે પ્રચલિત થયો નથી. ગુજરાતીમાં ‘દયાપ્રેરિત હત્યા’ જેવો શબ્દપ્રયોગ થાય છે. પણ તેમાં ‘હત્યા’ શબ્દ ભારે લાગે છે. ‘દયાપ્રેરિત જીવન-અંત’ જેવો શબ્દપ્રયોગ પણ સ્પષ્ટ અર્થસૂચક જણાતો નથી, કારણ કે બીમાર વ્યક્તિએ પોતે નહિ, પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14