Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 9
________________ ૩૮૯ જિનતત્ત્વ પ્રવાહી આપવું કે ન આપવું ? તબીબી નીતિશાસ્ત્ર કહે છે કે દાક્તરની ફરજ દર્દીને વધુમાં વધુ જિવાડવાની છે. જો એવો પોષક ખોરાક ન આપે તો દાક્તર પોતાના કર્તવ્યમાં ચૂકે છે. કેટલાક દેશોમાં તો તે કાયદેસર ગુનો ગણાય છે. આવા દર્દીઓની બાબતમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિ હોઈ શકે છે : (૧) પોષક ખોરાક અને અન્ય ઔષધોપચાર દ્વારા દર્દીને વધુમાં વધુ સમય સુધી જીવતો રાખવો, (૨) પોષક ખોરાક અને ઔષધોપચાર વિના દર્દીને પોતાની મેળે જીવે ત્યાં સુધી જીવવા દેવો અને (૩) ઝેરી દવાના કે એવા કંઈ ઉપાય દ્વારા દર્દીને પીડાનો, અસહ્યયતાનો અને સાથે સાથે એના જીવનનો અંત આણવો. આ ત્રણે પરિસ્થિતિ વચ્ચે પાતળી ભેદરેખા છે, પરંતુ દાક્તરનું કર્તવ્ય તો દર્દીને વધુ જીવવામાં મદદરૂપ થવાનું છે. આવા પ્રયાસો અને પ્રયોગો ભાવિ સંશોધન માટે પણ ઉપકારક બને છે. કેટલીક વાર કેટલાક વૃદ્ધ માણસોનો અંતકાળ નજીક આવી રહ્યો હોય છે ને દાક્તરોના અભિપ્રાય પ્રમાણે બેભાન અવસ્થામાં રહેલી એ વૃદ્ધ વ્યક્તિ કેટલો વધુ સમય ખેંચી શકશે એ અનિશ્ચિત હોય છે. તેવે વખતે પણ એ વ્યક્તિનાં સ્વજનો એમ ઇચ્છતાં હોય છે કે એવી બેભાન અવસ્થામાં પણ પોતાના સ્વજનનું જીવન જેટલું લાંબું ટકી શકે તેટલું સારું. એ વખતે તેઓ જો પોતાની આર્થિક શક્તિ સારી હોય તો એ માટે મોંઘામાં મોંધી દવાઓ અને મોંઘામાં મોંઘા અન્ય ઉપચારો પણ કરાવે છે. બેભાન અવસ્થામાં રહેલી એ વ્યક્તિ સાથે વાતચીતનો કોઈ વ્યવહાર થવાની શક્યતા નથી. બીમાર વ્યક્તિ પોતાનાં સ્વજનોને નજરે જોઈ શકે કે ઓળખી શકે એવી શક્યતા પણ રહી નથી હોતી. એટલે કે બીમાર વ્યક્તિનું જીવન પરાધીન, વ્યવહારુ ઉપયોગિતા વિનાનું, નિષ્ક્રિય અને ખર્ચાળ હોવા છતાં તે વધુમાં વધુ સમય જીવે એવો ભાવ એનાં સ્વજનોને થાય છે, કારણ કે પોતાના વહાલા સ્વજનનો વિયોગ એ ઘણી વસમી ઘટના છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી એ પ્રાણ રહ્યા કરે એવા કુદરતી ભાવ તેમને થાય છે. આ બતાવે છે કે જીવંત સ્વજન સાથેનો સંબંધ કેટલો બધો મૂલ્યવાન છે. એક વખત પ્રાણ જાય, આત્મા ચાલ્યો જાય પછી ખાલી પડેલા નશ્વર દેહની કશી જ કિંમત નથી. એ દેહનું વિસર્જન થાય છે. ચેતન તત્ત્વ એ ઘણી મૂલ્યવાન વસ્તુ છે. દર્દી ભલે બેભાન અવસ્થામાં હોય, એના વધુ જીવવાથી એને કે એનાં સગાંઓને કશો જ લાભ ન થવાનો હોય, બલકે એના વધુ જીવવાથી ઘણાંને તકલીફ પડવાની હોય તો પણ જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14