Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
દયાપ્રેરિત હત્યા - ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ
૩૮૯
ઠરાવવાની કોશિશ થાય છે, કારણ કે વ્યક્તિનું જીવન એ ઘણી મહત્ત્વની બાબત છે. વળી જે વ્યક્તિ આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે તે વ્યક્તિના ચિત્તમાં ઉપવાસ દરમિયાન ઉદ્ભવતા શુભાશુભ ભાવો કે વિચારો પણ મહત્ત્વના બની રહે છે. દ્વેષ અને ધિક્કારથી ધમકિરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અને આત્મશુદ્ધિ માટે ઉપવાસ પર ઊતરીને જીવનનો અંત આણવો એ બે વચ્ચે ઘણો ફરક છે. આવી રીતે પોતાના જીવનનો અંત વ્યક્તિ પોતે આણે છે. બાહ્ય સંજોગોનું દબાણ હોય છે તો પણ વ્યક્તિ જો નિર્ધાર કરે તો પોતાને મૃત્યુમાંથી બચાવી શકે છે.
જૈન ધર્મમાં જીવનલીલા સંકેલી લેવા માટે સંલેખનાસંથારો-અનશનની ક્રિયાવિધિ છે, પરંતુ તે આત્મહત્યા નથી, કારણ કે તેમાં કોઈ રાગદ્વેષ, નિરાશા, નિષ્ફળતાની કે અશુભ અધ્યવસાયોની વાત નથી, તે શુભ ધર્મબુદ્ધિથી, ગુરુ કે સંઘની આજ્ઞા લઈ, અનેક લોકની હાજરીમાં, દેહનું પોષણ અટકાવીને, પાંચ પ્રકારના અતિચારથી રહિત, દેહ અને આત્માની ભિન્નતા તથા દેહની નશ્વરતા અને આત્માની અમરતાને લક્ષમાં રાખી સ્વેચ્છાએ ઉલ્લાસપૂર્વક કરાતી શુદ્ધ ધર્મક્રિયા છે. એ વખતે સંથારો લેનારાને સંથારાની વિધિમાં સહાય કરનારા, એમને આત્મભાવમાં સ્થિર રાખવા માટે શાસ્ત્રશ્રવણ ઇત્યાદિ કરાવનારા, નિર્ધામણા” (નિઝામણાં) કરાવનારા દયાપ્રેરિત હત્યા કરે છે એમ નહિ કહી શકાય. આ દૃષ્ટિબિંદુને બરાબર સમજવા માટે “સંથારાની ધર્મવિધિનો સવિગત અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે.
દયાપ્રેરિત હત્યાના વિષયમાં જેન તત્ત્વસિદ્ધાંત કંઈક જુદ્ધ જ રીતે વિચારે છે. જૈન ધર્મ જન્મ-જન્માંતરના સિદ્ધાંતમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. જૈન ધર્મની દૃષ્ટિએ કોઈકના પણ પ્રાણનું હરણ થાય અર્થાત્ બીજા માણસના જીવનનો હેતુપૂર્વક અંત આણવામાં આવે તો તે હિંસા છે. પ્રકૃતિ પ્રવ્યવરપvi હિંસા એવી હિંસાની વ્યાખ્યા આપવામાં આવે છે. એટલે દયાપ્રેરિત હત્યા કે ગમે તે પ્રકારની હત્યા હોય તો તેને જૈન ધર્મ સ્કૂલ પ્રાણાતિપાત તરીકે જ ઓળખાવે છે ને તેને ઘેષરૂપ, પાપરૂપ, વ્રતભંગરૂપ ગણાવે છે. જૈન ધર્મ તો એટલી હદ સુધી કહે છે કે આવી બીમાર અને રિબાતી વૃદ્ધ વ્યક્તિની દયાના ભાવથી હત્યા કરવી તેમાં વસ્તુત: સાચી દયા જ નથી. એટલું જ નહિ, પણ એવી વ્યક્તિને માટે મનમાં એમ વિચારવું કે હવે તેનું જલદી મોત આવે તો સારું – એવો વિચાર પણ ભાવહિંસારૂપ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org