Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
૩૦૮
જિનતત્ત્વ
આ ઉપયોગિતા એટલે શું ? કેટલાંક વૃદ્ધો સમાજોપયોગી કાર્યો કરતાં હોય છે, કેટલાંક વૃદ્ધો કુટુંબમાં રહીને પણ ઉપયોગી થતાં હોય છે, તો કેટલાંક વૃદ્ધો સક્રિય કશું કાર્ય ન કરતાં હોવા છતાં માત્ર પોતાની હાજરીથી જ કુટુંબનાં અનેક સભ્યોને હૂંફ અને જરૂર પડ્યે માર્ગદર્શન આપે છે. ક્યારેક એમની હયાતીના કારણે જ કેટલાંક ખોટાં કામો થતાં અટકી જાય છે. કેટલાક માણસોને માટે વડીલવૃદ્ધ વ્યક્તિઓ ઓથરૂપ હોય છે અને એમની હયાતી દરમિયાન અન્ય કેટલાક સભ્યો નિર્ભયતા અનુભવે છે. એટલે ‘ઉપયોગી વૃદ્ધો'ની વ્યાખ્યા બાંધવાનું સહેલું નથી. ઘણી જુદી જુદી દૃષ્ટિએ, જુદા જુદા પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરી શકાય છે. એટલે બિનઉપયોગી વૃદ્ધોએ સમાજના અને કુટુંબના હિતમાં આત્મવિલોપન કરવું જોઈએ અથવા બીજાંઓએ તેમને કરાવવું જોઈએ તેવો વિચાર એટલી સરળતાથી સ્વીકાર્ય બને એવું લાગતું નથી. અંતે તો એનો નિર્ણય વૃદ્ધ ને એના સ્વજને જ કરવાનો
રહે છે. એટલે એ વિષયમાં સર્વમાન્ય ધારો ઘડી શકાય એવી સંભવિતતા રહેતી નથી.
કેટલાક લોકો આમરણ ઉપવાસ ઉપર ઊતરતા હોય છે. કોઈ ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય કે એવા કોઈક ગંભીર પ્રશ્નોની બાબતમાં પોતાની ઇચ્છાનુસાર કાર્ય ન થતાં કેટલાંક તેના વિરોધમાં મારણાન્તિક અનશન કરવાનું જાહેર કરે છે. આવા પ્રસંગોમાં ઘણીખરી વાર બેચાર ઉપવાસ પછી સમાધાનનો કોઈ રસ્તો શોધાય છે. બેય પક્ષને સમાધાનની ગરજ રહે છે. અનશનની જાહેરાત કરવી એ સહેલી વાત છે, પરંતુ પ્રામાણિકપણે અનશનને વળગી રહેવું એ એટલી સહેલી વાત નથી. ઉપવાસના બીજે-ત્રીજે દિવસે જ અનશન કરનાર વ્યક્તિ સમાધાનરૂપે આવેલી વચગાળાની કોઈ પણ દરખાસ્ત તરત સ્વીકારી લે છે અથવા પોતાના તરફથી તરત સ્વીકાર્ય બને એવી દરખાસ્ત વહેતી મૂકવામાં આવે છે અને સમાધાનનો માર્ગ શોધાય છે. ઉપવાસ ૫૨ ઊતરવું અને કોઈક પ્રશ્નની બાબતમાં પોતાના જીવનનો અંત આણવો એ ધમકી ઘણી મોટી છે; પરંતુ એ બાબત દેખાય છે એટલી સહેલી નથી. જે કોઈ વ્યક્તિએ આનો થોડો પણ અનુભવ કર્યો હશે તે આ બાબતમાં જુદો જ અભિપ્રાય આપશે. કેટલીક વાર ઉપવાસ પર ઊતરનાર વ્યક્તિ સાચી ભાવનાથી કે વટને ખાતર ખરેખર મૃત્યુ પામે છે, પરંતુ ત્યારે એનું મૃત્યુ અનેક પ્રશ્નો જગાડે છે. જે પક્ષે ન્યાય હોય છે તે પક્ષને પણ અન્યાયી અને દોષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org