Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
View full book text
________________
૩૦
જિનતત્ત્વ યથાકાળે જે થવાનું હશે તે થશે એવી સમત્વબુદ્ધિ જ વિચારશીલ વ્યક્તિએ એવે પ્રસંગે ધરાવવી ઘટે.
વળી જૈન ધર્મ એમ માને છે કે દરેક જીવને પોતપોતાનાં શુભાશુભ કર્મ ભોગવવાનાં રહે છે. તેમાં પણ નિકાચિત કર્મ અવશ્યપણે ભોગવવાં પડે છે. એક જન્મનાં શેષ અશુભ કર્મનો ઉદય ફરીથી કયા જન્મમાં આવશે તે નિશ્ચિતપણે કેવળજ્ઞાનીઓ સિવાય કોઈ કહી શકે નહિ. એટલે જે કોઈ અશાતા વેદનીય પ્રકારનાં અશુભ કર્મનો ઉદય આવ્યો હોય તે કર્મ ભોગવી લેવાય તેટલું જ સારું. અન્યથા એ કર્મ અન્ય ભવમાં તો ભોગવવાનો રહે જ છે. ક્યારેક વિપાકે એ વધુ ભયંકર રીતે ભોગવવાનાં પણ આવી શકે છે. વૃદ્ધાવસ્થામાં, અંતિમ અવસ્થામાં ન ભોગવેલાં એ અશાતા વેદનીય કર્મ અન્ય ભવમાં યુવાનીમાં જો એ ઉદયમાં આવ્યાં તો તે એથી પણ વધુ ભયંકર નીવડવાનો સંભવ રહે છે. અલબત્ત, બધું ભવિતવ્યતા અનુસાર જ થાય છે, તો પણ એક વ્યક્તિને રિબાતા જોઈને તેના જીવનનો અંત આણવાથી તે વ્યક્તિના વર્તમાન જીવનના દર્દને કદાચ અટકાવી શકાય, પરંતુ એ આત્માના અન્ય ભવોમાં ઉદયમાં આવનારા શેષ અશાતા વેદનીય કર્મને અટકાવી શકાતું નથી, એટલે દયાપ્રેરિત હત્યા કરવા જતાં તે વ્યક્તિનું આ જન્મ પૂરતું કાચ હિત થાય તો પણ તેના “આત્માનું તો અહિત જ થવાનો સંભવ છે. વળી તેવું કરનાર વ્યક્તિ પોતાના આત્માનું પણ અહિત કરે છે.
વળી જૈન ધર્મના અહિંસાના સૂક્ષ્મ સિદ્ધાંત અનુસાર રાગ-દ્વેષની જે પરિણતિ થાય છે તે જ જો હિંસારૂપ ગણાય તો દયાપ્રેરિત હત્યા એ પણ એક પ્રકારનો રાગ જ છે. એટલા માટે તે હિંસારૂપ કે દોષરૂપ જ ગણાય છે.
કેટલાક લોકો મનુષ્ય પ્રત્યે દયાની વાત કરે છે, પરંતુ તેઓને પ્રાણીઓ પ્રત્યેની દયાનો પ્રશ્ન એટલો ગંભીર લાગતો નથી. હડકાયા કૂતરાને કે લંગડા ઘોડાને કે બીમાર અને પીડાતા પ્રાણીને મારી નાખીને એના જીવનનો અંત આણવામાં કાયઘની દષ્ટિએ કોઈ વાંધો આવતો નથી. પછી ત્યાં દયાનો ભાવ હોય કે ન હોય. ઘણી વાર તો ત્યાં વ્યવસ્થાની અને એ બાબતનો ઝટ નિકાલ લાવવાની જ વાત હોય છે. કેટલાક લોકો પ્રાણીઓને મારી નાખવામાં નિર્દયતા ન આચરવી જોઈએ એવો મત ધરાવતા હોય છે. નિર્દય રીતે પ્રાણીઓને મારીને તૈયાર કરવામાં આવતાં પ્રસાધનો કે મોજશોખની ચીજવસ્તુઓ ન વાપરવાની તેઓ ભલામણ કરે છે. તેટલે અંશે તે સારું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org