Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 1
________________ દયાપ્રેરિત હત્યા – ઇતર અને જૈન તત્ત્વદૃષ્ટિ જગતમાં જન્મની જેટલી સમસ્યાઓ હોય છે તેના કરતાં મૃત્યુની સમસ્યાઓ ઘણી વધારે રહેવાની. સંસારમાં જન્મ-મરણનું ચક્ર પ્રતિક્ષણ ચાલ્યા કરે છે. મૃત્યુ કાળક્રમે નૈસર્ગિક રીતે આવ્યા વિના રહેવાનું નથી. એના આવવાની સમયાવધિ પહેલાં અકસ્માત, ખૂન, રોગચાળો, યુદ્ધ, દુકાળ, પૂર વગેરે દ્વારા અકાળે, અનિચ્છાએ એ આવે છે. સ્વેચ્છાએ પોતાના જીવનનો અચાનક અંત આણવાના પ્રયાસો આત્મહત્યા દ્વારા થાય છે. દુનિયાના કેટલાક દેશોમાં આત્મહત્યા કાયદેસર ગણાય છે અને કેટલાક દેશોમાં કાયદાની દૃષ્ટિએ એ ગુનો લેખાય છે. વૃદ્ધ, બીમાર, વિકલાંગ, ભયંકર વિરૂપ, લાચાર કે અશક્ત માણસનું વેદનાને કારણ જીવન જ્યારે અસહ્ય, બોજારૂપ કે નાલેશીભર્યું બની જાય છે અને મૃત્યુ વહાલું કે છુટકારારૂપ લાગે છે અને તેની વેદના નજરે જોવી એ બીજાઓને દુઃખમય લાગે છે ત્યારે દયાના ભાવથી પ્રેરાઈને એના જીવનનો અંત આણવો કે કેમ એ પ્રશ્નની ચર્ચા અઢી હજાર કરતાં વધુ વર્ષથી થતી આવી છે. આ પ્રકારની ઘટના માટે યૂથનેશિયા (યુથેનેઝિયા euthanasia), mercy killing, દયાપ્રેરિત હત્યા, દયાપ્રેરિત મૃત્યુ વગેરે શબ્દપ્રયોગો થયા છે; જોકે તે દરેકમાં થોડો થોડો અર્થફેર રહ્યો છે, તો પણ તેનો મુખ્ય ધ્વનિ તો એનો એ જ રહ્યો છે. euthanasia મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો સાદો અર્થ થાય છે સરળ અને શાંત મૃત્યુ. ઑક્સફર્ડ ડિક્શનરીમાં એનો અર્થ આપ્યો છે 'euthanasia-gentle and easy death; bringig about of this especially in case of incurable and painful disease.” સમય જતાં યુથનેશિયા શબ્દ થોડા વિશાળ અર્થમાં વપરાવા લાગ્યો. જે માણસની શારીરિક પીડા અસહ્ય હોય અને જેના જીવલેણ દર્દનો કોઈ જ ઉપાય ન રહ્યો હોય અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય એવા દર્દીના જીવનનો, માનવતાની દૃષ્ટિએ, દયાભાવથી પ્રેરાઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14