Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ ૩૮૪ જિનતત્ત્વ એના શરીરમાં ફરી પાછું ચેતન આવે છે અને સ્વસ્થ થઈ એ ઘરે જાય છે. એનું આરોગ્ય પાછું સારું થાય છે અને ઘણાં વર્ષ સુખેથી તે પસાર કરે છે. વૃદ્ધ હોવા છતાં પણ નવજીવનરૂપે મળેલાં એ વર્ષો જીવનને વધુ કૃતાર્થ કરે છે. કોઈક વાર એવી ઘટના પણ બનતી સાંભળવા મળે છે કે પોતાના કુટુંબની એક વૃદ્ધ વડીલ વ્યક્તિ માંદી પડે છે. તેને હૉસ્પિટલમાં રાખવામાં આવે છે. તેનું જીવન બચાવી લેવા માટે ઉપચારો કરવામાં આવે છે, પરંતુ એ ઉપચાર બહુ મોંઘા હોય છે, છતાં નછૂટકે મન વગર એ કરવા પડે છે. અથવા ક૨વાની સગાંસંબંધીઓ તરફથી ફરજ પાડવામાં આવે છે. મૃત્યુ પામનાર વ્યક્તિ પાંચ-પંદર દિવસ તબીબી ઉપચારોથી વધુ જીવે છે, પરંતુ એથી એનું કુટુંબ આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. ક્યારેક તે કુટુંબ મોટા દેવામાં ઊતરી પડે છે. એવે વખતે ઘરનાં સ્વજનોને જનાર વ્યક્તિ માટે એટલો બધો ઉત્કટ સ્નેહરાગ નથી હોતો અને આર્થિક તકલીફને કારણે પોતાના કુટુંબની વ્યક્તિ માટે ‘મરતા ગયા અને અમને મારતા ગયા' એવો ભાવ તેઓ અનુભવે છે. કુટુંબનીજનો પોતાના ભાવ લોકભયને કારણે વ્યકત નથી કરતાં, પરંતુ મનમાં તો એમ ઇચ્છે કે જનાર વ્યક્તિ હવે જલદી છૂટે તો સારું. વૃદ્ધ, બીમાર અને રિબાતી વ્યક્તિના જીવનનો એની ઇચ્છાનુસાર જલદી અંત આણવાના નીતિ-સિદ્ધાંતનો દુરુપયોગ થવાનો પણ સંભવ રહે છે. બીમાર વ્યક્તિને કારણે પોતાને માથે ચાકરી કરવાની આવી પડેલી તક્લીફમાંથી છૂટવાનો આશય તો હોય જ છે, પરંતુ તે ઉપરાંત એ વ્યક્તિનાં માલમિલકતનો વારસો મેળવવાની ઉતાવળ પણ હોય છે. ક્યારેક વારસાનો હક ધરાવનાર એક કરતાં વધારે વ્યક્તિ હોય અને તેઓમાં માંહોમાહે વારસા માટે ઝઘડા ચાલતા હોય ત્યારે દયાપ્રેરિત હત્યા જો કાયદેસર હોય તો તેનો કોઈ ગેરલાભ ઉઠાવી જાય એવી શક્યતા રહે છે. અલબત્ત, આવા દુરુપયોગને અટકાવવાના ઉપાયો ન થઈ શકે એમ નથી. પશ્ચિમની સુશિક્ષિત પ્રજામાં પણ કેવી કેવી ગેરરીતિ સગાંસંબંધીઓએ અને દાક્તરોએ અપનાવી છે એના પ્રસંગો વાંચવાસાંભળવામાં આવે છે. પશ્ચિમમાં એક દાક્તરે તો એવી રીતે કેટલાંને કેવી રીતે મારી નાખ્યાં તે અંગે પોતે કરેલા એકરાર વિશે ગ્રંથ લખ્યો છે. કેટલીક વાર પીડાનાશક દવાઓનો ડોઝ ઇરાદાપૂર્વક વધારી દઈને દર્દીનું વહેલું મૃત્યુ દાક્તરોએ નિપજાવ્યું હોય છે અને છતાં તે વાત ગુપ્ત રાખી હોય છે. લોકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14