Book Title: Dayaprerit Hatya Itar ane Jain Tattvadrushti
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩૮૨ જિનતત્ત્વ પશ્ચિમના સમૃદ્ધ દેશોમાં વસતા અને પુનર્જન્મમાં ન માનનારા, સ્વકેન્દ્રી ભૌતિકવાદી વિચારણા ધરાવનારા, પોતાના વર્તમાન અંગત જીવનને સુખસગવડમય બનાવવાની ઇચ્છા રાખનારા લોકોમાં યૂથનેશિયાનો પ્રચાર વિશેષ જોવા મળશે. જે કેટલાક દેશોમાં તમામ તબીબી સારવાર સરકાર તરફથી અપાય છે એવા દેશોમાં ભારે સરકારી ખર્ચે આવા દર્દીઓની નિરર્થક જિંદગી લંબાવાય તે સામે સરકારી કરવેરા ભરનારાઓ તરફથી ઊહાપોહ પણ થાય છે. એ દેશોમાં ગુપ્ત રીતે, પકડાયા વિના યૂથનેશિયાનો અમલ થતો હોય એવા અનેક કિસ્સાઓ પ્રતિવર્ષ બને છે. પકડાય અને સજા થાય એવા કિસ્સાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. કોઈએ કંટાળી જઈને પોતાના સ્વજનની પ્રાણવાયુની કે ખોરાક માટેની નળી ખેંચી કાઢીને તેનું વહેલું મૃત્યુ નિપજાવ્યાના કિસ્સાઓ પકડાયા છે અને તે માટે સજા પણ થઈ છે. દયાપ્રેરિત હત્યાના વિષયમાં યુવાન વ્યક્તિની હત્યા અને વૃદ્ધ વ્યક્તિની હત્યાનો વિચાર પણ જુદી જુદી રીતે થવો જોઈએ. શારીરિક પીડાથી બહુ જ રિબાતી યુવાન વ્યક્તિ પોતે ક્યારેક એમ કહેતી હોય છે કે હવે તો મોત જલદી આવે તો છૂટું ' એ જ વ્યક્તિ પોતાનું દર્દ શમી જતાં અને રોગ મટી જતાં ફરી પાછી સ્વસ્થ બની જાય છે અને એને એમ લાગે છે કે તે વખતે મૃત્યુ ન આવ્યું તે સારું થયું; મૃત્યુની સમીપ જઈ આવવાના કારણે પછીથી તેની જીવનદૃષ્ટિ પણ બદલાઈ જાય છે. એવી રીતે બચી ગયેલી કેટલીક વ્યક્તિઓ શેષ જીવન વધુ સાર્થક રીતે જીવી શકે છે. કેટલીક વાર વ્યક્તિ પોતે દર્દથી બહુ રિબાતી હોય, આગ કે અકસ્માતથી ચહેરો વિકરાળ બની ગયો હોય, શરીર ચીતરી ચડે એવું દુગંધમય બની ગયું હોય તો પણ એને પોતાને મરવું ગમતું નથી. બીજી બાજુ સગાંસંબંધીઓને એમ થાય કે હવે એ વ્યક્તિ દુ:ખમાંથી છૂટે તો સારું. આવી જ્યાં વિસંગત પરિસ્થિતિ હોય તેવે વખતે પણ દયાપ્રેરિત હત્યાની છૂટવાળા કાયદાનો ગેરલાભ લેવાય અથવા બિનજરૂરી ઉતાવળ થઈ જાય એવી શક્યતા રહે છે. વળી, બીમાર વ્યક્તિના થાકેલા કે મંદ પડેલા ચિત્તની અસ્વસ્થતાને કારણે નિર્ણયની અસ્થિરતા પણ રહેવાનો સંભવ હોય છે. અસ્વસ્થ હોય ત્યારે પોતે મૃત્યુ વાંછે અને સ્વસ્થતા આવે ત્યારે પોતાને જીવવું ગમે એવી વારંવાર બદલાતી પરિસ્થિતિમાં હત્યાનો નિર્ણય લેવાનું કેટલે અંશે ડહાપણભર્યું છે તે પ્રશ્ન પણ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14