Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 192
________________ પરિશિષ્ટ, ત્રીજે દિવસે ઉગે છે. દરેક ચન્દ્રને ૨૮ નક્ષત્ર ઈત્યાદિ પરિવાર હોવાથી બમણો પરિવાર (૫૬ નક્ષત્ર. ૧૭૬ ગ્રહ, ૧૩૯૫૦ કેડાકેડી તારા) જંબુદ્વીપમાં છે. ૨. જંબુદ્વીપની ગતી અને ૪ દ્વાર આ દ્વીપને ફરતો ૧ કોટ છે જે મૂળમાં ૧૨ જન પહોળા, ઉપર ૪ યોજન પહોળો, ૮ જન ઊંચો અને દ્વીપની પરિધિ જેટલી લંબાઈવાળે વલયાકારે કહેલ છે. તેને કહે છે. તેને વિજય-વિજયંત-જયંત-અપરાજિત એ ચાર નામવાળાં (પૂર્વાદિક દિશામાં અનુક્રમે) ૪ મોટા ટાર (દરવાજા) છે. ૩. ૩૪ વૈતાઢયની ૧૮ ગુફા દરેક વતાય પર્વતની તમન્ના TET અને હસાવતા નામવાળી મોટી બે ગુફાઓ છે, કે જે ચક્રવત્તિના રાજ્ય વખતે ઉઘાડી રહે છે, અને તે સિવાયના વખતમાં સદાકાળ બંધ રહે છે. તે ગુફા ૧૨ જિન પહોળી, ૮ જન ઉંચી અને ૫ યોજન લાંબી હોય છે. ચક્રવત્તિ એક ગુફામાં થઈ કાકિણી રનથી બને બાજુએ ભી તે પ્રકાશમંડલે ચિતરી. બીજી બાજુ નીકળી, તે બાજીના ૩ અનાર્ય ખંડ જીતી, બીજી ગુફામાં થઈ તેમાં પણ તેજ પ્રમાણે પ્રકાશમંડલે ચિતરી પાછા વળી પિતાના ખંડમાં આવે છે. એ રીતે ગુફાઓમાં પ્રકારોમંડલોના પ્રકાશથી બીજી બાજુના ખંડમાં આવવા-જવાને વ્યવહાર સુલભ થાય છે. ૪ શૈતાઢયનાં ૧૪૪ બીલ. વૈતાઢયમાં દક્ષિણ બાજુ અને ઉત્તર બાજુએ ગંગા સિંધુ આદિ મહાનદીના બે બે પડખે નવ નવ બીલ હોવાથી એક વૈતાઢયમાં ૭૨ વીર એટલે નાની ગુફાઓ છે. જેથી ભારત-ઐરાવત ના બે વૈતાહત્યનાં મળી ૧૪૪ બીલ છે. અવસર્પિણીના દટા આરામાં જ્યારે અત્યંત તાપ અને ટાઢ વિગેરેના ઉપદ્રવોથી મનુષ્ય પશુઓને પ્રલય (સંહાર) - કાળ આવશે તે વખતે એ બીલોમાં ભરાઈ ગયેલા મનુષ્ય અને પશુઓ જ જીવતા રહેશે અને પુનઃ મનુષ્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207