________________
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાયા (૨) પરસ્પ્રતિષ્ઠિત કષાય. (૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય (૪) અપ્રતિષ્ઠિત કષાય.
(૧) સ્વ પ્રતિષ્ઠિત કષાય :- જીવ પોતાના ક્રોધાદિ કષાયના ઉદયથી પોતે ને પોતે બળાપો કર્યા કરે નવરો પડે ત્યારે પોતેને પોતે બબડ્યા કરે. રસ્તે ચાલતાં ચાલતાં પણ બબડતો બબડતો ચાલે તે સ્વપ્રતિષ્ઠિત.
(૨) પર પ્રતિષ્ઠિત કષાય - પોતાના નિમિત્તે બીજા જીવોને જે કષાય પેદા થાય તે પર પ્રતિષ્ઠિત કષાય કહેવાય. વાતો કરતાં કરતાં બીજાને ક્રોધાદિ કષાયો પેદા કરાવવા અને તે કષાય પેદા થયા પછી તે વ્યક્તિ ન આવે ત્યાં સુધી આ કષાય ચાલુ રહ્યા કરે છે.
(૩) ઉભય પ્રતિષ્ઠિત કષાય :- એકના કષાયથી બીજાને કષાય પેદા થાય અને બન્નેને કષાય પેદા થતાં બન્ને બોલાચાલી કર્યા કરે તે ઉભય પ્રતિષ્ઠિત કષાય કહેવાય.
(૪) અપ્રતિષ્ઠિત કષાય :- ક્રોધાદિ કષાયના પુદગલો ઉદયમાં આવી ચાલ્યા જાય પણ તેનું ત્રણે કષાયના ભેદમાંથી કોઇ ળ આપે નહિ તે અપ્રતિષ્ઠિત કષાય કહેવાય છે.
ક્રોધાદિક ચાર ક્યાયો
(૧) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને દુર્ગચ્છા એ સર્વે પ્રત્યક્ષ કલેશનાં કારણરૂપ અનર્થકારી (જાણી જરૂર પરિહરવા યોગ્ય) છે.
(૨) ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સર, ખેટ, અકળાશ, અધીરજ, તામસ ભાવ, સંતાપ, તિરસ્કાર, નિબંછન, આપખુદી, પૃથફ (જૂદો) વાસ અને કૃતનાશ (કૃતજ્ઞતાદિ) એ સર્વે દ્વેષના પર્યાય છે. તેવા દોષવડે ઘણા આકરા ચીકણાં કર્મ બંધાય છે. (તેથી તે તજવા યોગ્ય છે.)
(૩) માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મ ઉત્કર્ષ (આપ-બડાઇ યા આત્મશ્લાઘા) પર પરાભવ, પરનિંદા, ઇર્ષા-અસુયા, હેલના, નિરૂપકારીપણું, અકડાશ, અવિનય અને પરગુણ-આચ્છાદના (ઢાંકણ) આ સર્વે અભિમાનના પર્યાય પ્રાણીને સંસારચક્રમાં ભાડે છે-રઝળાવે છે.(તેથી તે સઘળા ત્યાજ્ય
છે.)
(૪) માયા કપટ, છાનું પાપાચરણ, કુટિલતા, ઠગબાજી, સર્વત્ર અવિશ્વાસ, અણબનાવ, પરન્યાસાપહાર (થાપણ મોસો), છળ, છઘ, મંત્રભેદ, ગૂઢ આચરણ અને વિશ્વાસઘાત એ સર્વે માયાના પર્યાયો પ્રાણીને ક્રોડોગમે ભવભયમાં નાખે છે.
(૫) લોભ, અતિ સંગ્રહશીલતા, કિલષ્ટતા, અતિ મમત્વ, કૃપણતા, સડી વિસણી ગયેલી વસ્તુ ખાવા પીવાથી થતી રોગોત્પત્તિ, મૂચ્છ, અતિઘણો ધનનો લોભ અને સદા લોભ ભાવના એ સર્વ તૃષ્ણાના પર્યાયો પ્રાણીઆને મહા ભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે.
(૬) એ સર્વ કષાયના વિકારોથી જે મહાનુભાવ દૂર રહે છે. તેણે જ આત્માને યથાર્થ ઓળખ્યો છે. એવો નિર્મળ નિષ્કષાય આત્મા, મનુષ્યોને અને દેવતાઓને પણ પૂજનિક થાય છે. એમ સમજી ઉક્ત સકળ પર્યાયો સહિત ચારે કષાયોનો નિશ્ચ ત્યાગ કરવો જોઇએ.
(૭) જે દુર્બુદ્ધિ જન પ્રચંડ ઝેરી દાઢવાળા ભયંકર સર્પને સ્પર્શ કરે છે તે તેનાથી વિનાશને પામે છે, ક્રોધ પણ એવો (અરે એથી અધિક) ભયંકર છે.
Page 52 of 161