________________
૧૬. ઉપપાત - નિરંતર અનંતા જીવો ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન – નિરંતર અનંતા જીવો ચ્યવન પામે છે. એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે એના અનંતમાં ભાગ જેટલા સમયે સમયે ચ્યવન પામે છે અને ઉત્પન્ન થાય છે.
૧૮. સ્થિતિ - જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ હોય છે.
૧૯. પર્યાપ્તિ-૪. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ.
૨૦. કિમીહાર - ૩-૪-૫-૬ દિશિનો આહાર હોય. લોકાગ્રે ત્રણ દિશાનો કાટખૂણીયા ભાગમાં ચાર દિશાનો નિકૂટના ભાગમાં પાંચ દિશાનો અને ત્રસ નાડીમાં તથા તેની બહારના ભાગમાં રહેલા બાકીના જીવોને ૬ દિશાનો આહાર હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકિ અક્ષરના અનંતમા ભાગ જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મરૂપે આ સંજ્ઞા હોય છે.
૨૨. ગતિ - આ જીવો મરીને દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય
૨૩. આગતિ - દશ દંડકવાળા જીવો. સાધારણ વનસ્પતિમાં આવે છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ , અસન્ની સન્ની મનુષ્ય એમ દશ દંડકવાળા જીવો આવે.
૨૪. વેદ-૧. નપુંસવક વેદ હોય ભાવથી ત્રણે વેદ હોય છે. પ્રત્યેક વનસ્પતિક્રય જીવોને વિષે :
૧. શરીર-૩. દારિક, તેજસ, કાર્પણ.
૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર યોજનથી કાંઇક અધિક.
3. સંઘયણ - નથી. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મેથુન અને પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હુંડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન, ક્રોધ, માન, માયા, લોભ.
૭. વેશ્યા-૪. કૃષ્ણ, નીલ, કાપોત, તેજલેશ્યા.
જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો તથા કેટલાક ભવનપતિ વ્યંતરના દેવો. તેજોલેશ્યા લઇને આ વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થઇ શકે છે.
૮. ઇન્દ્રિય-૧. સ્પર્શના ઇન્દ્રિય.
૯. સમુદ્યાત-3. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્ત મરણ અને પૂર્વભવમાં કોઇ જીવો આ વનસ્પતિનું આયુષ્ય બાંધ્યા પછી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં વિધમાન હોય અને મરણ પામી આ વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે એક અંતર્મુહૂર્ત સુધી
Page 127 of 161