Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
પૃથ્વીકાય ૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. અકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. તેઉકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. વાયુકાય-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. સાધારવણ વનસ્પતિ-૪ સૂક્ષ્મ અપર્યા. સૂક્ષ્મ પર્યા. બાદર પર્યા. બાદર અપર્યા. પ્રત્યેક વનસ્પતિ-૨. બાદર અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા. આ બાવીશ ભેદો સ્થાવર કહેવાય. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય આ ત્રણને વિકલેન્દ્રિય કહેવાય. આનાં ૬ ભેદો ૩ અપર્યાપ્તા + ૩ પર્યાપ્તા.
પંચેન્દ્રિય તિર્યચ-૨૦. જલચર, ચતુષ્પદ, ભુજપરિસર્પ, ઉરપરિસર્પ, ખેચર આ પાંચ સમુરિંછમ + પાંચગર્ભજ = ૧૦ એ ૧૦ અપર્યાપ્તા + પર્યાપ્તા = ૨૦.
આ રીતે ૨૨ + ૬ + ૨૦ = ૪૮ તિર્યંચગતિના ભેદો ગણાય છે. નારકીના-૧૪. 9 અપર્યાપ્તા + 9 પર્યાપ્તા = ૧૪ મનુષ્યના-૩૦૩
૧૦૧ સમુચ્છિમ અપર્યાપ્તા. ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા. ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા.
૩૦૩ દેવલોકના-દેવગતિના - ૧૯૮. ભવનપતિ-૨૫ + વ્યંતર-૨૬ + જ્યોતિષ-૧૦ + વૈમાનિક-૩૮ = ૯૯. આ ૯૯ અપર્યાપ્તા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદો થાય છે. આરીતે ૪૮ + ૧૪ + ૩૦૩ + ૧૯૮ = ૫૬૩ જીવ ભેદો થાય છે.
આ પાંચસો ત્રેસઠ પ્રકારના જીવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કયા કયા જીવો મરણ પામીને ક્યાં ક્યાં જાય છે. અર્થાત્ જઇ શકે છે એનું જે વર્ણન કરવું તે ગતિદ્વારનું વર્ણન કહેવાય છે.
પ૬૩ જીવાભોની ગતિદ્વારનું વર્ણન.
(૧) પૃથ્વીકાયના ૪ ભેદો, અપકાયના ૪ ભેદો, સાધારણ વનસ્પતિકાયના ૪ ભેદો અને પ્રત્યેક વનસ્પતિકાયના ૨ ભેદો = ૧૪ ભેદો.
આ ચૌદ ભેદોવાળા જીવો મરીને ૧૭૯ જીવ ભેદોને વિષે જઇ શકે છે. (ઉત્પન્ન થઇ શકે છે.)
સ્થાવરના-૨૨ ભેદો + વિકલેન્દ્રિયના ૬ ભેદો + પંચેન્દ્રિય તિર્યંચના ૨૦ ભેદો એમ તિર્યંચના ૪૮ ભેદોમાંથી કોઇપણ ભેદોમાં જઇ શકે છે તથા સમુચ્છિમ મનુષ્યના-૧૦૧ ભેદોને વિષે અને પંદર કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા-૧૫ + ગર્ભજ પર્યાપ્તા ૧૫ એમ ૩૦ જીવ ભેદ સાથે મનુષ્યના ૧૩૧ ભેદોમાંથી કોઇપણ ભેદને વિષે ઉત્પન્ન થઇ શકે છે. જઇ શકે છે. આથી ૧૩૧ + ૪૮ = ૧૭૯ જીવ ભેદો થયા એમાંથી કોઇપણમાં પણ જઇ શકે છે.
(૨) તેઉકાયના-૪ ભેદ અને વાયુકાયના ૪ ભેદ એમ આઠ ભેદો મરીને પ૬૩ ભેદોમાંથી ૪૮ ભેદોમાં
Page 156 of 161

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161