Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
આ કષાયનો ઉદય હોય છે ત્યારે કષાય સમુદ્દાત હોય છે. બાકીના સમયે જીવોને કષાય સમુદ્દાત હોતો
નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન.
૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ યોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રયોગ અને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિક યોગ હોય છે.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - નિરંતર એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
૧૭. ચ્યવન - નિરંતર અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભાવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષ.
૧૯. પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ.
૨૦. કિમાહાર - ૬ દિશાનો હોય છે કારણ કે આ જીવો ત્રસનાડીમાં રહેલા હોય છે.
૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મ સંજ્ઞા રૂપે
હોય છે.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકમાંથી વનસ્પતિમાં આવે છે.
પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છ.
૭. બેઇન્દ્રિય જીવોને વિષે વર્ણન :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૧૨ યોજન. (એક યોજન = ૮
માઇલ)
૩. સંઘયણ-૧. છેલ્લું છેવટું.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય.
૫. સંસ્થાન-૧. હડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા,
લોભ.
૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૮. ઇન્દ્રિય-૨. સ્પર્શના, રસના ઇન્દ્રિય.
Page 128 of 161

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161