SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આ કષાયનો ઉદય હોય છે ત્યારે કષાય સમુદ્દાત હોય છે. બાકીના સમયે જીવોને કષાય સમુદ્દાત હોતો નથી. ૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ. ૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી. ૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન. ૧૪. યોગ-૩. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્પણ કાયયોગ. વિગ્રહગતિમાં કાર્મણ યોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિક મિશ્રયોગ અને પર્યાપ્ત અવસ્થામાં ઔદારિક યોગ હોય છે. ૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન. ૧૬. ઉપપાત - નિરંતર એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૧૭. ચ્યવન - નિરંતર અસંખ્યાતા ચ્યવન પામે છે. ૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભાવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષ. ૧૯. પર્યાપ્તિ - આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ. ૨૦. કિમાહાર - ૬ દિશાનો હોય છે કારણ કે આ જીવો ત્રસનાડીમાં રહેલા હોય છે. ૨૧. સંજ્ઞી - હેતુવાદોપદેશિકી અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ હોવાથી સૂક્ષ્મ સંજ્ઞા રૂપે હોય છે. ૨૨. ગતિ - દશ દંડકમાં જાય છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે. ૨૩. આગતિ - દશ દંડકમાંથી વનસ્પતિમાં આવે છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાંથી આવે છે. ૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય છ. ૭. બેઇન્દ્રિય જીવોને વિષે વર્ણન : ૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ. ૨. અવગાહના - જઘન્ય, અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૧૨ યોજન. (એક યોજન = ૮ માઇલ) ૩. સંઘયણ-૧. છેલ્લું છેવટું. ૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦-૧૬ હોય. ૫. સંસ્થાન-૧. હડક સંસ્થાન. ૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા, લોભ. ૭. લેશ્યા-૩. કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યા. ૮. ઇન્દ્રિય-૨. સ્પર્શના, રસના ઇન્દ્રિય. Page 128 of 161
SR No.009176
Book TitleDandak Prakaran Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy