________________
૯. સમુદ્ઘાત-૩. વેદના, કષાય, મરણ, અશાતા વેદનીયના ઉદયથી વેદના મરણના છેલ્લા અંતર્મુહૂર્તે મરણ સમુદ્દાત. પૂર્વભવે બેઇન્દ્રિયનું આયુષ્ય બાંધી મરતી વખતે તીવ્ર કષાયના ઉદયમાં મરણ પામી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે વખતે એક અંતર્મુહૂર્ત કષાયનો ઉદય રહે છે. તે વખતે કષાય સમુદ્દાત હોય છે. બાકી જીવોને સમુદ્દાત (કષાય) હોતો નથી.
૧૦. દ્રષ્ટિ-૧. મિથ્યાદ્રષ્ટિ.
૧૧. દર્શન-૧. અચક્ષુદર્શન. ૧૨. જ્ઞાન - નથી.
૧૩. અજ્ઞાન-૨. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
૧૪. યોગ-૪. ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ, અસત્યામૃષા વચનયોગ. વિગ્રહગતિમાં કાર્મણ, અપર્યાપ્તામાં ઔદારિક મિશ્ર મતાંતરે અસત્યા મૃષાવચન યોગ, પર્યાપ્તામાં ઔદારિક અસત્યામૃષા વચનયોગ.
૧૫. ઉપયોગ-૩. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અચક્ષુદર્શન.
૧૬. ઉપપાત - એક સમયમાં એક-બે સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થઇ શકે છે.
૧૭. ચ્યવન - એક સમયમાં એક બે સંખ્યાતા કે અસંખ્યાતા ચ્યવન પામે છે.
૧૮. સ્થિતિ - જઘન્ય એક અંતર્મુહૂર્ત ક્ષુલ્લક ભવ પ્રમાણ ૨૫૬ આવલિકા પ્રમાણ. ઉત્કૃષ્ટથી બાર વરસનું હોય છે.
૧૯. પર્યાપ્તિ-૫. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા.
૨૦. કિમાહાર - નિયમા છ દિશાનો હોય.
૨૧. સંજ્ઞી-૧. હેતુવાદોપદેશિકી સંજ્ઞા.
૨૨. ગતિ - દશ દંડકમાં જાય. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની સન્ની મનુષ્યમાં જાય છે.
૨૩. આગતિ - દશ દંડકવાળા બેઇન્દ્રિય રૂપે થાય છે. (આવે છે.) પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય, અસન્ની સન્ની તિર્યંચ અને અસન્ની, સન્ની મનુષ્યમાંથી આવે છે.
૨૪. વેદ-૧. નપુંસકવેદ ભાવથી ત્રણેય વેદ હોય. ૮. તેઇન્દ્રિય દંડને વિષે વર્ણન :
૧. શરીર-૩. ઔદારિક, તૈજસ, કાર્મણ.
૨. અવગાહના - જઘન્ય. અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ- ૩ ગાઉ.
૩. સંઘયણ - છેલ્લું છેવકું.
૪. સંજ્ઞા-૪. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ અથવા ૬-૧૦ અને ૧૬.
૫. સંસ્થાન-૧. હુડક સંસ્થાન.
૬. કષાય-૪. અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, ક્રોધ, માન, માયા અને
લોભ.
Page 129 of 161