Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 135
________________ ૧૧૪ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ઉત્પતિમાં પવન ખનન આદિની જેમ અનિયત હેતભાવવાળો છતો, ઉપદેશ ઉપયોગી છે. અનિયતપણું હોતે છતે પણ=જે સમ્યગ્દષ્ટિ જીવોમાં ઉપદેશથી ફળની પ્રાપ્તિ થાય તેવી યોગ્યતા હોય તેવા જીવોને ઉપદેશ ઉપયોગી છે, અને જે સમ્યગ્દષ્ટિ જીવોમાં ઉપદેશથી ફળની પ્રાપ્તિ થાય તેમ નથી, તેવા જીવોને ઉપદેશ ઉપયોગી નથી. એ રૂપ ઉપદેશનું અનિયતપણું હોતે છતે પણ, વિશેષમાંસમ્યગ્દષ્ટિ જીવોના ત્રણ ભેદમાંથી પ્રથમવા બે ભેદરૂપ વિશેષમાં, તૈયત્વ=ઉપદેશના નિયતપણાને, કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે - ગુણનેaઉપરના ગુણસ્થાનકને, આરંભ કરતા એવા સમ્યગ્દષ્ટિ, અથવા પતન પામતા તેને ઉપરના ગુણસ્થાનકથી નીચેના ગુણસ્થાનકમાં આવતા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી છે, પરંતુ સ્થિતને નહીં તદ્ભાવમાત્રમાં વિશ્રાંતને નહીં સ્વીકૃત ગુણસ્થાનકના ભાવમાત્રમાં વિશ્રાંત એવા સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. li૨૮. “નિયતત્વેપિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે ઉપદેશનું ફળનિષ્પત્તિ પ્રત્યે નિયતપણું હોય તો વિશેષમાં નૈયત્ય છે, પરંતુ ઉપદેશનું ફળનિષ્પત્તિ પ્રત્યે અનિયતપણું હોવા છતાં પણ વિશેષમાં નિયતપણાને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - પૂર્વશ્લોક-૨૭માં કહ્યું કે ગ્રંથિભેદના ઉત્તરમાં બળવાન યત્નની પ્રેરણાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે. તેથી વિચારકને શંકા થાય કે યોગ્ય જીવને ઉચિત , પ્રવૃત્તિ કરાવવી એ ઉપદેશનું પ્રયોજન છે અને સમ્યગ્દષ્ટિ જીવ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે, માટે સમ્યગ્દષ્ટિને ઉપદેશ ઉપયોગી નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – ભિન્નગ્રંથિની ઉચિત પ્રવૃત્તિમાં ઉપદેશ અનેકાંત હેતુ છતો ઉપયોગી છે અર્થાત્ કેટલાક ભિન્નગ્રંથિ જીવોને ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશ નિમિત્તભાવરૂપ હેતુ છે, તો કેટલાક ભિન્નગ્રંથિ જીવોને ઉચિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશ નિમિત્તભાવરૂપે હેતુ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154