Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 150
________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧-૩૨ ૧૨૯ પ્રાપ્તિનું કારણ બને નહીં. તેથી વિવેકી શ્રાવક સ્વપ્રયત્નથી સાધ્ય એવા ધર્માદિમાં પ્રવૃત્તિ કરે છે. ઉપર્યુક્ત ચારિત્રનાં પાંચ લિંગો–લક્ષણો છે, એમ પૂર્વ સૂરિઓ કહે છે. II૩૧II અવતરણિકા : કેટલાક દૈવથી જ યોગસિદ્ધિ માતે છે તો કેટલાક પુરુષકારથી જ યોગસિદ્ધિ માને છે. તે મતનો નિરાસ કરીને દૈવ અને પુરુષકાર ઉભયથી યોગસિદ્ધિ છે તે બતાવવા અર્થે પ્રસ્તુત બત્રીશીનો ઉપક્રમ કરાય છે, એમ પૂર્વ દ્વાત્રિંશિકા સાથે સંબંધ બતાવતાં આ દ્વાત્રિંશિકાના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ કહ્યું. તેથી યોગની પ્રાપ્તિમાં પણ દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેવું નિરૂપણ કર્યું, અને શ્લોક-૨૬માં બતાવ્યું કે ચરમાવર્તમાં પ્રાયઃ યત્નથી દૈવ બાધ થાય છે. ત્યારપછી શ્લોક-૨૭માં બતાવ્યું કે ગ્રંથિભેદની પ્રાપ્તિ પણ બળવાન યત્નથી થાય છે, અને ગ્રંથિભેદ પછી બળવાન યત્નની પ્રેરણાથી જ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે, અને શ્લોક-૩૦માં તેના ફ્ળરૂપે ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવીને શ્લોક-૩૧માં ચારિત્રનાં પાંચ લિંગો બતાવ્યાં. હવે જેઓ પુરુષકાર દ્વારા દૈવનો બાધ કરીને ચારિત્રમાં પ્રવૃત્તિ કરે છે, તેઓની યોગની પ્રવૃત્તિ કેવા આનંદથી યુક્ત છે, તે બતાવે છે શ્લોક ઃ योगप्रवृत्तिरत्र स्यात्परमानन्दसङ्गता । देशसर्वविभेदेन चित्रे सर्वज्ञभाषिते ।। ३२ ।। અન્વયાર્થ: ફેશસર્વવિષેવેન ચિત્રે સર્વજ્ઞમાષિતે અત્ર=દેશ અને સર્વના વિભેદથી ચિત્ર પ્રકારના સર્વજ્ઞભાષિત એવા ચારિત્રમાં યોપ્રવૃત્તિ:=યોગની પ્રવૃત્તિ પરમાનન્દ્સાતા=પરમાનંદથી વ્યાપ્ત સ્થા=થાય. ।।૩૨।। - શ્લોકાર્થ : દેશચારિત્ર અને સર્વચારિત્રના વિભેદથી ચિત્ર પ્રકારના સર્વજ્ઞભાષિત એવા ચારિત્રમાં યોગની પ્રવૃત્તિ પરમાનંદથી વ્યાપ્ત થાય. ।।૩૨।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154