Book Title: Daivpurushakara Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ જે કારણથી કહેવાયું છે=જે કારણથી ‘યોગબિંદુ' શ્લોક-૩૫૪-૩૫૫૩૫૬માં કહેવાયું છે. “જંગલમાં રહેલો અશાતાના ઉદયથી શૂન્ય એવો અંધ જે પ્રમાણે ખાડા વગેરેના પરિહારથી સમ્યફ ત્યાં જાય છે=જે પ્રકારે વિવક્ષિત સ્થાનની પ્રાપ્તિ થાય તે પ્રકારે જંગલમાં જાય છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૪) “તે પ્રકારે શ્રુતચક્ષુથી વિહીન પણ સત્સંાતાના ઉદયથી યુક્ત યોગમાર્ગમાં અતિ દઢ યત્ન હોવાને કારણે જે સુંદર શાતાનો ઉદય અર્થાત્ ચિત્તની સ્વસ્થતાનો ઉદય, તેનાથી યુક્ત, એવો ચારિત્રી સંસારરૂપ જંગલમાં પાપાદિના પરિહારથી=પાપના કારણ અને પાપના ફળના પરિહારથી, વિવક્ષિત એવા મોક્ષસ્થાન પ્રત્યે જાય છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૫) તુ પુના=વળી આવા નથી તેનું=જેમને માર્ગાનુસારીપણું આદિ લિગ નથી, તેમનું, ચારિત્ર=સર્વથી કે દેશથી ચારિત્ર, શબ્દમાત્રરૂપ છે. (પરંતુ અર્થથી ચારિત્ર નથી.) આવાઓને પણ=માર્ગાનુસારીપણું આદિ લિંગવાળા એવા કોઈકને પણ, કર્મોનું વિચિત્રપણું હોવાને કારણે કર્મોનું નિકાચિતાદિરૂપપણું હોવાને કારણે, વૈકલ્ય છે–ચારિત્રનું વિકલપણું છે.” (યોગબિંદુ શ્લોક-૩૫૬). ‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. (૨) શ્રદ્ધા - શ્રદ્ધા=શુદ્ધ અનુષ્ઠાતગત તીવ્ર રુચિ=શાસ્ત્રાનુસારી ક્રિયાવિષયક તીવ્ર રુચિ. (૩) પ્રાજ્ઞપ્રજ્ઞાપનારતિ:- પ્રાજ્ઞની પંડિત પુરુષની પ્રજ્ઞાપના=અર્થવિશેષતી દેશના, તેમાં રતિ શ્રવણમાં અને તદર્થ પાલતમાં આસક્તિ પોતે જે સ્થાનમાં સમ્યફ અર્થ કરી શક્યા નથી, તે સ્થાનમાં જે અર્થવિશેષ પંડિત પુરુષ કહે છે, તે અર્થવિશેષને કહેનાર ઉપદેશના શ્રવણની અને તે ઉપદેશ અનુસાર આચારના પાલનની આસક્તિ. (૪) ગુણરાગ :- ગુણરાગગુણનું બહુમાન. (૫) શક્યારંભ - અને શક્યારંભ પોતાના પ્રયત્નથી સાધી શકાય તેવી ધર્માદિની પ્રવૃત્તિ પણ, આનાં જ ચારિત્રનાં જ, લિંગોત્રલક્ષણો, પૂર્વ સૂરિઓ કહે છે. ૩૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154