Book Title: Chinta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 5
________________ ચિંતામુક્ત થાય તે કાર્ય સ્વયં સુધરી જાય ! મોટા માણસોને મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંધે ને આ શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! આ જાનવરોને કોઈ દિ' ચિંતા થાય ? સંપાદકીય દીકરી દસ વરસની થાય ત્યારથી તેને પરણાવાની ચિંતા ચાલુ ! અરે, એના માટે મુરતિયો જન્મી ચૂક્યો હશે કે જન્મવાનો બાકી હશે ? ચિંતા કોને નહીં થતી હોય ? જે સંસારથી સાચા અર્થમાં સંપૂર્ણ વિરક્ત થયા હોય, તેને જ ચિંતા ના થાય. બાકી બધાને થાય. આ ચિંતા શાથી થાય છે ? ચિંતાનું પરિણામ શું ? અને ચિંતારહિત શી રીતે થવાય ? એની યથાર્થ સમજણ તેમજ તેની પ્રાપ્તિની ચાવી પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે, જે અત્રે પ્રકાશિત થાય છે. ચિંતા એટલે પ્રગટ અગ્નિ ! નિરંતર બાળ્યા જ કરે ! રાત્રે ઊંઘવા ય ના દે. ભૂખ-તરસ હરામ કરે ને કેટલાંય રોગને નોતરે. એટલું જ નહીં પણ આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે ! આ ભવ-પરભવ બનૈવને બગાડે. ચિંતા એ અહંકાર છે. શા આધારે આ બધું ચાલી રહ્યું છે એ વિજ્ઞાન નહીં સમજવાથી, પોતે માથે લઈને કર્તા થઈ બેસે છે ને ભોગવે છે. ભોગવટો માત્ર અહંકારને છે. કર્તા-ભોકતાપણું અહંકારને જ છે. ચિંતા કરે તે કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે. ચિંતાથી અંતરાય કર્મ બંધાય. ચિંતા કોને કહેવાય ? વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું. ખરેખર ‘કર્તા કોણ છે? એ નહીં સમજાવાથી ચિંતા થાય છે. કર્તા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. નિમિત્ત માત્ર છે. ચિંતા કાયમની ક્યારે જાય ? કર્તાપણું છૂટે ત્યારે ! કર્તાપણું છૂટે ક્યારે ? આત્મજ્ઞાન પામે ત્યારે. - ડૉ. નીરુબહેન અમીનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22