Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ચિંતા વાગશે અને ચિંતા કરનાર એ લગામ પોતે પોતાના હાથમાં લે છે. ‘હું જ જાણે ચલાવું છું.” એવી લગામ પોતે હાથમાં લે છે. એનો ગુનો લાગુ થાય છે. પરસત્તા વાપરવાથી ચિંતા થાય છે. પરદેશની કમાણી પરદેશમાં જ રહેશે. આ મોટર-બંગલા, મિલો, બૈરી-છોકરાં બધું જ અહીં મૂકીને જવું પડશે. આ છેલ્વે સ્ટેશને તો કોઈના ય બાપનું ચાલે તેમ નથી ને ! માત્ર પુણ્ય અને પાપ સાથે લઈ જવા દેશે. બીજી સાદી ભાષામાં સમજાવું તો અહીં જે જે ગુના કર્યા તેની કલમો સાથે આવશે. એ ગુનાની કમાણી અહીં જ રહેશે અને પછી કેસ ચાલશે. તે કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી ફરીથી નવેસરથી કમાણી કરી ને દેવું ચૂકવવું પડશે ! માટે મૂઆ પહેલેથી જ પાંસરો થઈ જાને ! સ્વદેશ(આત્મા)માં તો બહુ જ સુખ છે, પણ સ્વદેશ જોયો જ નથી ને ! ઊઘરાણી યાદ આવે ત્યાં.. રાત્રે બધાય કહે કે, “અગિયાર વાગ્યા છે, તમે હવે ઊંઘી જાવ.' શિયાળાનો દહાડો છે ને તમે મચ્છરદાનીની અંદર પેસી ગયા, ઘરના બધા સૂઈ ગયા છે. મહીં મચ્છરદાનીમાં પેઠા પછી તમને, એક જણનું ત્રણ હજારનું બિલ બાકી હોય અને તેની મુદત ગઈ હોય. તો કહેશે, ‘આજે સહી કરાવી હોત તો મુદત મળત, પણ આજે સહી ના કરાવી તે પછી આ બધી આખી રાત ચિંતા થાય. તે રાતે ને રાતે મહીં સહી થતી હશે ? થાય નહીં ને ? તો નિરાંતે ઊંઘી જાવ તો આપણું શું બગડે ? ચિંતા ઈગોઇઝમ કહ્યો છે. એ ઇગોઈઝમ ના હોવો ઘટે. ‘હું કંઈક છું અને હું જ ચલાવું છું', એનાથી એને ચિંતા હોય અને “હું હોઈશ તો જ આ કેસનો નિકાલ થશે.એનાથી ચિંતા થતી હોય છે. એટલે ઇગોઇઝમ ભાગનું ઓપરેશન કરી નાખવાનું; પછી જે વિચાર રહ્યા સારાસારના. તેનો વાંધો નહીં. એ પછી મહીં લોહી ના બાળે, નહીં તો આ ચિંતા તો લોહી બાળે, મન બાળે. ચિંતા થતી હોય ને, તે ઘડીએ બાબો કશું કહેવા આવ્યો હોય તો એની પર પણ ઉગ્ર થઈ જાય, એટલે બધી રીતે નુકસાન કરે છે. આ અહંકાર એવી વસ્તુ છે કે પૈસા હોય કે પૈસા ના હોય. પણ કોઈ કહેશે કે, “આ ચંદુભાઈએ મારું બધું બગાડ્યું.” તો પણ પાર વગરની ચિંતા ને પાર વગરની ઉપાધિ ! અને જગત તો આપણે ના બગાડ્યું હોય તો ય કહેને ? ચિંતાતા પરિણામ શાં ? આ સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે જ અને તે સહજ અહંકાર છે, જેનાથી સંસાર સહેજે ચાલે એવો છે. ત્યાં આખા અહંકારનું જ કારખાનું કાઢ્યું ને મોટો અહંકાર વિસ્તાર્યો, તે એટલો વિસ્તાર્યો કે એનાથી ચિંતાઓનો પાર ના રહ્યો ! અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી, નોર્મલ અહંકારથી સંસાર ચાલે એવો છે, પણ ત્યાં અહંકાર વિસ્તારી ને પછી કાકા આટલી ઉંમરે કહે કે, “મને ચિંતા થાય છે.’ એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો, હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતજો, નહીં તો ચિંતા હશે ત્યાં તો પછી જાનવરનું ફળ આવશે. ભક્ત તો ભગવાનને ય ટૈડકાવે ! ભગવાનના સાચા ભક્તને તો ચિંતા થાય, તો ભગવાનને ય હૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી, તે સાચો ભક્ત નથી. જો કંઈ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો-દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે, ચિંતાતું રૂટ કોઝ ? જીવ બાળ્યા કરે એવી ચિંતા તો કામની જ નહીં ! જે શરીરને નુકસાન કરે અને આપણી પાસે જે આવવાની વસ્તુ હતી, તેને પણ પાછું આંતરે. ચિંતાથી જ સંજોગો એવાં ઊભાં થઈ જાય. અમુક વિચાર કરવાના છે સારાસારના કે એવાં, પણ આ ચિંતા એટલે શું ? કે એને

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22