Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 14
________________ ૧૮ ચિંતા ૧૭ કહેલાં છે. આ જગતમાં નિરાશ્રિત એકલાં હોય તો આ મનુષ્યો જ છે અને તે ય હિન્દુસ્તાનનાં જ મનુષ્યો સો ટકા નિરાશ્રિત છે, પછી આમને દુ:ખ જ હોય ને ? કે જેને કોઈ જાતનો આશરો જ નથી ! મજૂરો ચિંતા નથી કરતાં ને શેઠિયા લોકો ચિંતા કરે છે. મજૂરો એકુંય ચિંતા નથી કરતા. કારણ કે મજૂરો ઊંચી ગતિમાં આવવાના છે અને શેઠિયાઓ નીચી ગતિમાં જવાનાં છે. ચિંતાથી નીચી ગતિ થાય, માટે ચિંતા ના હોવી જોઈએ. નરી વરિઝ, વરિઝ, વરિઝ ! શક્કરિયાં ભરવાડમાં બફાય એમ જગત બફાઈ રહ્યું છે !! માછલાં તેલમાં તળાય એવો તરફડાટ તરફડાટ થઈ રહ્યો છે !!! આને લાઈફ કેમ કહેવાય ? “કરું' તેથી ચિંતા ! પ્રશ્નકર્તા : ચિંતા ન થવી એનું ભાન હોવું, એ ચિંતાનું બીજુ રૂપ નથી ? દાદાશ્રી : ના. ચિંતા તો ઈગોઈઝમ છે ખાલી, ઈગોઈઝમ. પોતાના સ્વરૂપથી જુદા પડી અને તે ઈગોઈઝમ કરે છે કે હું જ ચલાવનારો છું. સંડાસ જવાની શક્તિ નથી ને “ચલાવું છું એમ કહે છે. ચિંતા એ જ અહંકાર. આ બાબાને ચિંતા કેમ નથી થતી? કારણ કે એ જાણે છે કે હું નથી ચલાવતો. કોણ ચલાવે છે, તેની તેને પડી જ નથી. ‘હું કરું છું, હું કરું છું’ એમ કર્યા કરે છે તેથી ચિંતા થાય છે. ચિંતા એ મોટામાં મોટો અહંકાર ! પ્રશ્નકર્તા : ચિંતા એ અહંકારની નિશાની છે, એ જરા સમજાવવા વિનંતી છે. દાદાશ્રી : ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? કે ચિંતા એના મનમાં એમ લાગે છે કે, “હું જ આ ચલાવી લઉં છું. તેથી એને ચિંતા થાય છે. “આનો ચલાવનાર હું જ છું એટલે એને “આ છોડીનું શું થશે, આ છોકરાંનું શું થશે, આમ કામ પૂરું નહીં થાય તો શું થશે ?” એ ચિંતા પોતે માથે લે છે. પોતે કર્તા માને પોતાની જાતને કે “જ માલિક છું ને હું જ કરું છું.” પણ એ પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતાઓ વહોરે છે. સંસારમાં હોય ને ચિંતામાં જ રહે અને એ ચિંતા ના મટે, તો પછી એને કેટલાંય અવતાર રહ્યા ! કારણ કે ચિંતાથી જ અવતાર બંધાય. આ ટૂંકી વાત તમને કહી દઉં છું, આ ઝીણી વાત તમને કહી દઉં છું કે આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો જભ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય ! તો પછી આ લોકોએ ઈગોઈઝમ કરવાનો શો અર્થ છે ? આ બીજી શક્તિ કામ કરી રહી છે. હવે એ શક્તિ આપણી નથી, એ પરશક્તિ છે અને સ્વશક્તિને જાણતો નથી એટલે પોતે પણ પરશક્તિને આધીન છે; અને આધીન એકલો જ નહીં, પણ પરાધીન પણ છે, આખો અવતાર જ પરાધીન છે. છોડી પૈણાવાતી ચિંતા ! એવું છે, કે આપણે અહીં તો ત્રણ વર્ષની છોડી હોય ત્યારથી જ વિચાર કરે કે આ મોટી થઈ ગઈ, આ મોટી થઈ ગઈ ! પૈણાવવાની તો વીસમે વર્ષે હોય પણ અત્યારથી જ ચિંતા કરવા માંડે ! ક્યારથી છોડી પૈણાવવાની ચિંતા શરૂ કરવી જોઈએ, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? આમ વીસમે વર્ષે પૈણતી હોય તો આપણે ચિંતા ક્યારથી શરૂ કરવી જોઈએ ? બે-ત્રણ વર્ષની થાય ત્યારથી ? પ્રશ્નકર્તા : છોકરી ચૌદ-પંદર વર્ષની થાય, પછી તો મા-બાપ વિચાર કરે છે ને ! દાદાશ્રી : ના. તો ય પાછાં પાંચ વર્ષ રહ્યા ને !! એ પાંચ વર્ષમાં

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22