Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ચિંતા ભોગવવા જેવું કશું ખરું ? ફોરેનમાં આવું તેવું ના હોય. કોઈ દેશમાં આવું ના હોય. આ બધું અહીં આગળ. બુદ્ધિનો જથ્થો, જથ્થાબંધ બુદ્ધિ, ચિંતા ય જથ્થાબંધ, કારખાનાઓ કાઢે બધાં. હય, મોટાં મોટાં કારખાના, જબરજસ્ત પંખા ફરે પાછાં, બધું ય ફરે. ચિંતા ય કરે છે ને ઉપાય કરે છે. પાછું પેલું ઠંડું કરે છે, એ શું કહે છે ? પ્રશ્નકર્તા : એરકંડિશન. દાદાશ્રી : હા, એરકંડિશન ! હિન્દુસ્તાનમાં અજાયબી જ છે ને ! પ્રશ્નકર્તા : હમણાં ચિંતાઓ બધી એરકંડિશનમાં જ હોય. દાદાશ્રી : હા. એટલે એ જોડે જ હોય. આ ચિંતાઓ જોડે એરકંડિશન ! આપણને એરકંડિશનની જરૂર ના પડે. આ અમેરિકનોની છોડી બધી જતી રહે, તેની ચિંતા એમને ના હોય બહુ અને આપણાં લોકોને ? કારણ કે દરેકની માન્યતા જુદી છે. આયુષ્યનું એકસ્ટેન્શન મળ્યું ? તમે હજુ આ દુનિયા પર બસ્સોએક વર્ષ રહેશોને ? એકસ્ટેન્શન લીધું નથી ? પ્રશ્નકર્તા : એકસ્ટેન્શન મળે કેવી રીતે ? આપણા હાથમાં તો, કાંઈ નથી, મને તો નથી લાગતું. દાદાશ્રી : શું વાત કરો છો ?! જો જીવવાનું હાથમાં હોય તો મરે નહીં. આ તો મારી-ઠોકીને લઈ જવાનું. જો આયુષ્યનું એસ્ટેન્શન ના મળતું હોય તો શું જોઈને ચિંતા કરે છે ? જે મળ્યું છે, એને જ નિરાંતે ભોગવને ! ચિંતા મનુષ્ય સ્વભાવ ચિંતા વહોરે ! | ચિંતા એ તો કામને નુકસાન કરે છે. જે ચિંતા છે એ કામને સો ટકાને બદલે સિત્તેર ટકા કરી નાખે છે. ચિંતા કામને ઓસ્ટ્રક્ટ કરે છે. જો ચિંતા ના હોય તો બહુ સુંદર ફળ આવે. જેમ “આપણે મરણ પામવાના છે' તેવું જાણે છે બધા. મરણ સાંભરે છે. તેને શું કરે છે આ લોકો ? યાદ આવે છે ત્યારે શું કરે છે ? એને ધક્કો મારી દે છે. આપણને કશું થઈ જશે તો, યાદ આવે ત્યારે ધક્કો મારી દે છે. એવી આ ચિંતાઓ જેને મહીં થાય ને ત્યારે ધક્કો મારી દેવો કે અહીં નહીં બા. હંમેશાં ચિંતાથી બધું બગડે છે. ચિંતાથી જો મોટર ચલાવો તો અથડાય. ચિંતાથી વેપાર કરે ત્યાં કામ ઊંધું નાખી દે, ચિંતાથી આ બધું બગડ્યું છે જગતમાં. ચિંતા કરવા જેવું જગત જ નથી. આ જગતમાં ચિંતા કરવી એ બેસ્ટ ફૂલીશનેસ છે. ચિંતા કરવા માટે આ જગત જ નથી, આ ઈટસેલ્ફ ક્રિયેશન છે. ભગવાને આ ક્રિયેશન કર્યું નથી, માટે ચિંતા કરવા માટે આ ક્રિયેશન નથી. આ મનુષ્યો એકલાં જ ચિંતા કરે છે, બીજી કોઈ જીવાત ચિંતા કરતી નથી. બીજી ચોર્યાસી લાખ યોનિ છે, પણ કોઈ ચિંતાવરિઝ કરતું નથી. આ મનુષ્ય નામનાં જીવો તે બહુ દોઢડાહ્યા છે, તે જ આખો દહાડો ચિંતામાં બફાયા કરે છે ! ચિંતા એ પ્યૉર ઈગોઇઝમ છે. આ જાનવરો કોઈ ચિંતા નથી કરતાં અને આ મનુષ્યોને ચિંતા ? ઓહોહોહો ! અનંતા જાનવરો છે, કોઈને ચિંતા નથી ને આ મનુષ્યો એકલાં જ ડફોળ એવાં છે કે આખો દહાડો ચિંતામાં શેકાયા કરે છે. પ્રશ્નકર્તા : જાનવરથી પણ ગયાં ને એ ? દાદાશ્રી : જાનવર તો બહુ સારો છે. જાનવરને ભગવાને આશ્રિત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22