Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 20
________________ ચિંતા ૨૯ બાવો-બાવલી બધાને કો'ક દહાડો તો થતી હોય. બાવાને ય છે તે ઈન્કમટેક્ષ ના હોય, સેલટેક્ષ ના હોય, ભાડું ના હોય, નાડું ના હોય તો ય કો'ક દહાડો ચિંતા થાય. શિષ્ય જોડે માથાકૂટ થઈ જાય તો યે ચિંતા થઈ જાય. આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં. એક કલાકમાં તો તારી બધી જ ચિંતાઓ હું લઈ લઉં છું અને ગેરન્ટી આપું છું કે એકે ય ચિંતા થાય તો વકીલ કરીને કોર્ટમાં મારા પર કેસ ચલાવજે. આવાં અમે હજારો લોકોને ચિંતા રહિત કર્યા છે. મૂઆ માગ, માગું તે આપું તેમ છું પણ જરા પાંસરું માગજે. એવું માગજે કે જે કદી તારી પાસેથી જાય નહીં. આ નાશવંત ચીજો ના માગીશ. કાયમનું સુખ માગી લેજે. અમારી આજ્ઞામાં રહે તો એક ચિંતા થાય તો દાવો માંડવાની છૂટ આપી છે. અમારી આજ્ઞામાં રહેવાનું. અહીં બધું મળે એવું છે. આ બધાને શરત કઈ કરી છે, જાણો છો તમે ? એક ચિંતા થાય તો મારી ઉપર બે લાખ રૂપિયાનો દાવો માંડજો. પ્રશ્નકર્તા : આપની પાસે જ્ઞાન મળ્યું, મન-વચન-કાયા તમને અર્પણ કર્યા પછી ચિંતા થતી જ નથી. દાદાશ્રી : થાય જ નહીં. ચિંતા ગઈ, એનું નામ સમાધિ. એનાથી પછી પહેલાં કરતાં કામે ય વધારે થાય, કારણ કે ગૅચારો ના રહ્યો ને પછી ! આ ઓફિસે જઈને બેઠાં કે કામ ચાલ્યું. ઘરના વિચાર ના આવે, બહારના વિચાર ના આવે, બીજા કશા વિચાર જ ના આવે ને સંપૂર્ણ એકાગ્રતા રહે. વર્તમાતમાં વર્તે તે સાચું માણસોને ત્રણ વર્ષની એકની એક છોડી હોય તો મનમાં એમ થાય કે આ મોટી થશે ત્યારે એને પૈણાવી પડશે, એનો ખરચ થશે. એવું ચિંતા ચિંતા કરવાની ના કહી છે. કારણ કે એનો ટાઈમીંગ ભેગો થશે ત્યારે બધા એવિડન્સ ભેગા થશે. માટે એના ટાઈમીંગ આવતાં સુધી તમે એમાં હાથ ઘાલશો નહીં. તમે તમારી મેળે છોડીને ખાવાનું-પીવાનું આપો, ભણાવી-ગણાવો બધું. બીજી બધી આગળની ભાંજગડ નહીં કરો. આજના દિવસ પૂરતી જ ભાંજગડ કરો, વર્તમાનકાળ પૂરતી. ભૂતકાળ તો વહી ગયો. જે તમારે ભૂતકાળ છે એને ક્યાં ઉથામો છો ? નથી ઉથામતાને એટલે ભૂતકાળ વહી ગયો. એને કોઈ મૂર્ખ માણસે ય ઉથાપે નહીં. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે તો પછી આપણે વર્તમાનમાં રહેવું. અત્યારે ચા પીતાં હોયને તો ચા નિરાંતે પીવી, કારણ ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. આપણે શું ભાંજગડ ? એટલે વર્તમાનમાં રહેવું, ખાતાં હોય તે ઘડી એ તો ખાવામાં પૂર્ણ ચિત્ત પરોવીને ખાવું. ભજિયાં શેનાં છે એ બધું નિરાંતે જાણવું. વર્તમાનમાં રહેવું એનો અર્થ શું કે ચોપડો લખતા હોય તો બિલકુલ એક્યુરેટ, એમાં જ ચિત્ત રાખવું જોઈએ. કારણ કે ભવિષ્યકાળમાં ચિત્ત જાય છે, તેથી આજનો ચોપડો બગડે છે. ભવિષ્યનાં વિચારો પેલા કચકચ કરતાં હોય તેથી આજના લખાણનાં ચોપડા પેલાં બગડી જાય છે, ભૂલચૂક થઈ જાય છે. પણ જે વર્તમાનમાં રહે છે તેની એક પણ ભૂલ થતી નથી, ચિંતા થતી નથી. ચિંતા એ તથી ડિસ્ચાર્જ ! પ્રશ્નકર્તા : ચિંતા એ ડિસ્ચાર્જ છે ? દાદાશ્રી : ચિંતા એ ડિસ્ચાર્જમાં હોય નહીં, ચિંતા એમાં ‘કરનાર’ હોય. જે ચાર્જ રૂપે ચિંતા હતી, તે હવે ડિસ્ચાર્જ રૂપે થાય તેને આપણે સફોકેશન કહીએ છીએ. કારણ કે મહીં અડવા ના દે ને ! અહંકારથી આત્મા જુદો વર્તે છે ને ! એકાકાર થાય ત્યારે એ ચિંતા હતી. હવે સફોકેશન છે એ ચાર્જ થયેલી ચિંતા છે. ડિસ્ચાર્જ થતી વખતે

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22