Book Title: Chinta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 7
________________ ચિંતા ચિંતા પ્રશ્નકર્તા : ઓફિસમાં જઉં, ઘેર આવું, તો ય કશે મન ના લાગે. દાદાશ્રી : ઓફિસમાં તો આપણે નોકરી માટે જઈએ છીએ અને પગાર તો જોઈએ છે ને ! ઘરસંસાર ચલાવવાનો છે, એટલે ઘર છોડી નહીં દેવાનું, નોકરી છોડી નહીં દેવાની. પણ ફક્ત જ્યાં આગળ ચિંતા મટે નહીં એ સત્સંગ છોડી દેવો. નવો બીજો સત્સંગ ખોળવો, ત્રીજા સત્સંગમાં જવું. સત્સંગ બધા બહુ હોય છે, પણ સત્સંગથી ચિંતા જવી જોઈએ. બીજા કોઈ સત્સંગમાં ગયેલા નહીં ? પ્રશ્નકર્તા: પણ અમને એવું કહેવામાં આવે છે કે ભગવાન તમારી અંદર જ છે. તમને શાંતિ અંદરથી જ મળશે, બહાર ભટકવાનું બંધ કરી દો. દાદાશ્રી : હા, બરાબર છે. પ્રશ્નકર્તા : પણ એ અંદર જે ભગવાન બિરાજેલા છે. એનો અનુભવ જરા ય પણ નથી થતો. ચિંતા કરો છો ? એટલે આ અંદરનું બધું બહુ ચલાવવાનું છે, બહાર તો શું ચલાવવાનું છે, તે ચિંતા કરો છો ? પછી ભગવાનને ખોટું જ લાગે ને ! અહંકાર કરો એટલે ચિંતા થાય. ચિંતા કરનાર માણસ એ અહંકારી કહેવાય. એક અઠવાડિયું ભગવાન ઉપર છોડી દઈ ચિંતા કરવાનું બંધ કરી દો. પછી અહીં કોઈક દહાડો ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દઈશું, તે કાયમની ચિંતા મટી જાય ! ચિંતા એટલે પ્રગટ અતિ ! એટલે આ બધું સમજવું પડે. એમ ને એમ ચોપડવાની પી જઈએ તો શું થાય પછી ? આ બધી ચોપડવાની પી ગયા છે, નહીં તો ચિંતા હોતી હશે માણસને, હિન્દુસ્તાનના માણસને ચિંતા હોતી હશે !? તમને ચિંતાનો શોખ છે ? પ્રશ્નકર્તા : ના, શાંતિ જોઈએ છે. દાદાશ્રી : ચિંતા તો અગ્નિ કહેવાય, આમ થશે ને તેમ થશે ! કો'ક કાળે સંસ્કારી મનુષ્ય થવાનું આવે ને ત્યારે ચિંતામાં રહ્યા તો મનુષ્યપણું ય જતું રહે. કેટલું બધું જોખમ કહેવાય ?! તમારે શાંતિ જોઈતી હોય તો ચિંતા કાયમની બંધ કરી આપું. ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય ! વીતરાગ ભગવાનનાં જે દર્શન કરે ત્યારથી જ ચિંતા બંધ થવી જોઈએ, પણ દર્શન કરતાં ય નથી આવડતું. દર્શન કરવાનું તો જ્ઞાની પુરુષ શીખવાડે કે આવી રીતે દર્શન કરજો ત્યારે કામ થાય. આ ચિંતામાં તો અગ્નિ સળગ્યા કરે. શક્કરિયાં જોયેલાં ? શક્કરિયાં ભરવાડમાં મૂકે ને બફાય એના જેવું થાય ! દાદાશ્રી : ચિંતામાં અનુભવ ના થાય. ચિંતા હોય તો અનુભવ થયો હોય તે ય જતો રહે. ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે. ભગવાન કહે છે કે, ‘તું અહંકાર કરે છે? તો અમારી જોડેથી જતો રહે !! જેને “આ હું ચલાવું છું,’ એવો ચલાવવાનો અહંકાર હોય તે જ ચિંતા કરે ને ?” ભગવાન ઉપર વિશ્વાસ જરા ય ના હોય તે જ ચિંતા કરે ને ? પ્રશ્નકર્તા : ભગવાન ઉપર તો વિશ્વાસ છે. દાદાશ્રી : વિશ્વાસ હોય તો આવું કરે જ નહીં ને ! ભગવાનના વિશ્વાસ છોડીને નિરાંતે ઓઢીને સૂઈ જાય. એ ચિંતા વળી કોણ કરે ? એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન થોડું ઘણું સંભાળતો હશે કે નહીં તમારું ? આ અંદર ખાવાનું નાખો છો પછી ચિંતા કરો છો ? પાચકરસ પડ્યા કે નહીં, પિત્ત પડ્યું, એવી બધી ચિંતા નથી કરતા ? આનું લોહી થશે કે નહીં થાય ? આનું સંડાસ થશે કે નહીં ?” એવી જ્ઞાની કૃપાથી ચિંતામુક્તિ ! પ્રશ્નકર્તા : તો ચિંતાથી મુક્ત થવા શું કરવું જોઈએ ?

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22