Book Title: Chinta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 8
________________ ચિંતા રહી શકે નહીં. કારણ કે જે સેફસાઈડ નેચરલ હતી, તેમાં તમે ગૂંચવાડો કર્યો અને હવે ચિંતા શું કરવા કરો છો ? ગૂંચવાડો આવે તો તેની સામા થાવ ને ઉકેલ લાવો. ચિંતા દાદાશ્રી : તમારી પેઠ આ ભઈ પણ બહુ ફર્યા પણ ભલીવાર ના આવ્યો. તે પછી એમણે શું કર્યું. એ પૂછી જુઓ. એમને એકુંય ચિંતા છે ? અત્યારે ગાળો ભાંડે તો અશાંતિ થાય ખરી ? એમને પૂછો. પ્રશ્નકર્તા : પણ ચિંતા બંધ કરવા મારે શું કરવું ? દાદાશ્રી : એ તો “જ્ઞાની પુરુષ'ની પાસે આવીને કૃપા લઈ જવાની, પછી ચિંતા બંધ થઈ જાય અને સંસાર ચાલ્યા કરે. ચિંતા જાય, ત્યારથી સમાધિ ! ચિંતા ના થાય તો સાચો ગૂંચવાડો ગયો. ચિંતા ના થાય, વરિષ્ઠ ના થાય અને ઉપાધિની મહીં સમાધિ રહે તો જાણવું કે સાચો ગૂંચવાડો ગયો. પ્રશ્નકર્તા : એવી સમાધિ લાવવી હોય તો પણ ના આવે. દાદાશ્રી : એ તો આમ લાવવાથી ના આવે ! જ્ઞાની પુરુષ ગૂંચવાડો કાઢી આપે, બધું ચોખ્ખું કરી આપે ત્યારે નિરંતર સમાધિ રહે. ચિંતા ના થાય એવી જ લાઈફ હોય તો સારી કહેવાય ને ? પ્રશ્નકર્તા: એ તો સારી જ કહેવાય ને ! દાદાશ્રી: ચિંતા વગરની લાઈફ કરી આપીએ પછી તમને ચિંતા નહીં થાય. આ એક મોટું આશ્ચર્ય છે આ કાળનું. આ કાળમાં આ ના હોય. પણ જો આ બન્યું છે ને ! પોતે પરમાત્મા પછી ચિંતા શાને ? પ્રશ્નકર્તા : જો આપણે પ્રતિકૂળતાની સામા થઈએ, એનો અવરોધ કરીએ, પ્રતિકાર કરીએ તો તેમાં વધારે અહંકાર થાય. દાદાશ્રી : ચિંતા કરવા કરતાં સામું થવું સારું. ચિંતાના અહંકાર કરતાં સામા થવાનો અહંકાર નાનો છે. ભગવાને કહેલું છે કે, “એવી પરિસ્થિતના સામા થજો, ઉપાય કરજો, પણ ચિંતા ના કરશો.' ચિંતા કરતારતે બે દંડ ! ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક દંડ છે. એકનો એક જવાન છોકરો અઢાર વર્ષનો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડો ય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે, પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે ‘વ્યવસ્થિત’ (એટલે ઓન્લી સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે) કહીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું. આ એક દંડ તે આપણી પોતાનો હિસાબ જ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તેથી મેં ‘વ્યવસ્થિત કહ્યું છે, એઝેક્ટ ‘વ્યવસ્થિત છે. માટે થઈ ગયું છે એને તો ‘બન્યું તે કરેક્ટ’ એમ કહીએ ! જેની ચિંતા તે કાર્ય બગડે ! કુદરત શું કહે છે કે કાર્ય ના થતું હોય તો પ્રયત્ન કરો, જબરજસ્ત પ્રયત્ન કરો. પણ ચિંતા ના કરો. કારણ કે ચિંતા કરવાથી એ કાર્યને ધક્કો ખાલી વાત જ સમજવાની છે, તમે પણ પરમાત્મા છો, ભગવાન જ છો, પછી શેને માટે વરિઝ કરવાની ? ચિંતા શેને માટે કરો છો ? એક ક્ષણવાર પણ ચિંતા કરવા જેવું આ જગત નથી. હવે પેલી સેફસાઈડPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22