________________
ચિંતા
E
તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે.
શ્રી કૃષ્ણ ભગવાન કહે છે : ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.'
ત્યારે આ લોક શું કહે છે ? કૃષ્ણ ભગવાન તો કહે, પણ આ સંસાર ચલાવવાનો, તે ચિંતા કર્યા વગર ઓછું ચાલે ? તે લોકોએ ચિંતાનાં
કારખાનાં કાઢ્યાં છે ! એ માલે ય વેચાતો નથી. ક્યાંથી વેચાય ? જ્યાં વેચવા જ્યા ત્યાં ય તેનું કારખાનું તો હોય જ ને ! આ જગતમાં એક પણ એવો માણસ ખોળી લાવો કે જેને ચિંતા ના થતી હોય.
એક બાજુ કહે છે ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ' ને જો કૃષ્ણ ભગવાનનું શરણું લીધું છે તો પછી ચિંતા શેની ? મહાવીર ભગવાને ય ચિંતા કરવાની ના કહી છે. તેમણે તો એક ચિંતાનું ફળ તિર્યંચ ગતિ કહ્યું છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ‘હું જ આ બધું ચલાવું છું' એમ જબરજસ્ત રહ્યા કરે ને, તેનાં ફળ રૂપે ચિંતા ઊભી થાય.
મળ્યો એક જ તાળો બધેથી !
ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. તારાથી ફેરફાર કશો થશે નહીં.
અને તે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.' ત્યારે જૈનો શું કહે છે ? કે એ તો કૃષ્ણ ભગવાને કહ્યું, મહાવીર ભગવાને એવું નથી કહ્યું.' મહાવીર ભગવાને એવું શું કહ્યું ? કે ‘રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.’ ચિંતા ધ્યાન છોડી દે, પણ ભગવાનનું માનવું હોય તો ને ? ના માનવું હોય, તેને આપણાથી કેમ વઢાય ?
ચિંતા
હું તો માની ગયો'તો, મને આવું કહ્યું'તું. મેં કહ્યું, હા પણ ભઈ, આ એક એવું છે એટલે મેં બીજી બાજુ તપાસ કરી. મહાવીર ભગવાને કહ્યું, આ કૃષ્ણ ભગવાને કહ્યું, એવું ત્યારે મેં કહ્યું, આ તાળો મળતો આવે છે. તો ય વખતે કોઈની ભૂલ થતી હોય તો આગળ તપાસ કરો.
૧૦
ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, ‘મારી મરજી વિના રે, કોઈથી તરણું ના તોડાય !' ઓત્તારી ! તમે ય જબરાં છો ?! આ ‘તમારી વગર એક તરણું ય નહીં તૂટે ?” ત્યારે કહે, ચાલો, ત્રણ તાળા મળ્યા. ત્યારે મેં કહ્યું, હજુ તાળો મેળવો.
ત્યારે કબીર સાહેબ શું કહે છે, ‘પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર, કબીર અચંબા યે હૈ, મન નહીં બાંધે ધીર !' મનને ધીરજ નથી રહેતી એ જ મોટું આશ્ચર્ય છે. આ બધા તાળા મેળવ મેળવ કર્યા, બધાને પૂછ પૂછ કર્યું ! ‘તમારો શું તાળો ?' બોલો, કહી દો.
હા, એક જણની ભૂલ થાય પણ વીતરાગોનું ખોટું તો કહેવાય જ નહીં, પણ એ લખનારની ભૂલ થઈ હોય તો ! વીતરાગની તો ભૂલ માનું નહીં કોઈ દહાડોય. ગમે તેવો મને ફેરવવાં આવે તો વીતરાગની ભૂલ મેં માની નથી. નાનપણમાંથી યે, જન્મે વૈષ્ણવ હોવા છતાં મેં એમની ભૂલ નથી માની. કારણ કે આવાં ડાહ્યા પુરુષો ! જેનું નામ સ્તવન કરવાથી કલ્યાણ થઈ જાય !! અને જો આપણી દશા તો જુઓ ! તો રાઈ માત્ર વધઘટ નહીં. અરે, એક રાઈનો દાણો તમે જોયેલો ? ત્યારે કહે, લ્યો ! નહીં જોયો હોય રાઈનો દાણો ? એક રાઈના દાણા જેટલો ફેરફાર નહીં થવાનો અને જો લોકો કેડ કસીને જ્યાં સુધી જગાય ત્યાં સુધી જાગે છે ! શરીરને ખેંચી ખેંચીને જાગે છે અને પછી તો ફેઈલની તૈયારી કરે છે !
આમતે કિંમત શેતી ?
એક પૈડા કાકા આવ્યા હતા. તે મારા પગમાં પડી ખૂબ રડ્યા ! મેં પૂછ્યું, ‘શું દુઃખ છે તમને ?” ત્યારે કહે, ‘મારા દાગીના ચોરાઈ ગયા,