Book Title: Chinta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 4
________________ દાદા ભગવાન' કોણ ? જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો એક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન” સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક ક્લાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? 'ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ ક્લાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટક્ટ ! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' હોય. આ દેખાય છે એ તો ‘એ. એમ. પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ. અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.” ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિદ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારેય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઊર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! સંપાદકીય ચિંતા કોને નહીં થતી હોય ? જે સંસારથી સાચા અર્થમાં સંપૂર્ણ વિરક્ત થયા હોય, તેને જ ચિંતા ના થાય. બાકી બધાને થાય. આ ચિંતા શાથી થાય છે ? ચિંતાનું પરિણામ શું ? અને ચિંતારહિત શી રીતે થવાય ? એની યથાર્થ સમજણ તેમજ તેની પ્રાપ્તિની ચાવી પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે, જે અત્રે પ્રકાશિત થાય છે. | ચિંતા એટલે પ્રગટ અગ્નિ ! નિરંતર બાળ્યા જ કરે ! રાત્રે ઊંઘવા ય ના દે. ભૂખ-તરસ હરામ કરે ને કેટલાંય રોગને નોતરે. એટલું જ નહીં પણ આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે ! આ ભવ-પરભવ બનૈવને બગાડે. ચિંતા એ અહંકાર છે. શા આધારે આ બધું ચાલી રહ્યું છે એ વિજ્ઞાન નહીં સમજવાથી, પોતે માથે લઈને કર્તા થઈ બેસે છે ને ભોગવે છે. ભોગવટો માત્ર અહંકારને છે. કર્તા-ભોકતાપણું અહંકારને જ છે. ચિંતા કરે તે કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થાય તે કાર્ય સ્વયં સુધરી જાય ! મોટા માણસોને મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંધે ને આ શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! આ જાનવરોને કોઈ દિ' ચિંતા થાય ? દીકરી દસ વરસની થાય ત્યારથી તેને પરણાવાની ચિંતા ચાલુ ! અરે, એના માટે મુરતિયો જન્મી ચૂક્યો હશે કે જન્મવાનો બાકી હશે ? ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે. ચિંતાથી અંતરાય કર્મ બંધાય. ચિંતા કોને કહેવાય ? વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું. ખરેખર ‘કર્તા કોણ છે એ નહીં સમજાવાથી ચિંતા થાય છે. કર્તા સાયન્ટિફિક સરકમસ્ટેન્કિાયલ એવિડન્સ છે, વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. નિમિત્ત માત્ર છે. ચિંતા કાયમની ક્યારે જાય ? કર્તાપણું છૂટે ત્યારે ! કર્તાપણું છૂટે ક્યારે ? આત્મજ્ઞાન પામે ત્યારે. - ડૉ. નીરુબહેન અમીનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22