Book Title: Buddhiprabha 1962 02 SrNo 28 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 2
________________ 1936 ( 25 જિદગી માલી રહી હતી :- માત ! તારે હું કેટલો આભાર માનું ? તારી સોડમાં હ' સુઈ જઉ છું' ને મારા હૈયાની બધી બળતરા ને જીવન આખાના તમામ કલેશ, કકાસ હું ભૂલી જઉં' છું, ને જયારે એ ચૂંથાયેલા કપડાં ખમેરી હું ઊભી થઉં છું ત્યારે એક નવી જ તાઝગીથી, એક નવા ઉમંગથી હું મારી યાત્રા શરું કરું છું'. મારા પ્રિય માત ! તારું' એ ત્રણ હું જ્યારે વાળીશ ?..... પુરુષ સ્ત્રીને રમકડુ માનીને રમાડે, વહાલ કરે ત્યાં સુધી મને વાંધો નથી. પણ એ ગુસ્સામાં એ રમકડું' ફેંકી દે. એની જિંદગીને તોડી ફાડી નાંખે એ તો હું જરાય બરદાસ્ત ન કરી લઉં... દેવતા ! મારા તારી એ ઈચ્છા હશે તે હું ગુલામી પણુ સ્વીકારી લઈશ પણુ જે તું મારા સત્તાધીશ બને તે... ' મે' તે સ્વતંત્રતાની યાતનાઓ માંગી હતી. સ્વચ્છ'દતાનું સુખ નહિ... ભૂખ એ તો ભારેલા અગ્નિ છે. એ કયારે ભભૂકી ઊઠે એને વિશ્વાસ નહિ.... કૃષ્ણ મર્યા છે. દુર્યોધન-દુઃશાસન નહિ. આજ કઈક દ્રોપદીના ચીર ખેંચાય છે. આશાની કબરનું નામ છે નિરાશા. મ' ન્યાય માગ્યો હતો પણ મને તે કાયદાની વ્યાખ્યા જ મળી... તારે પ્રેમ ને ક્રાંતિના યજ્ઞ કરે છે ? તે ખુશીથી કર. મને વાંધો નથી. પણ સાબદા રહેજે, એ યજ્ઞ પહેલા તારી જ આહુતિ માંગશે.... જ્યારે જ્યારે મારા હૈયે બળતરા થઈ છે. જયારે જયારે મારું કાળજુ શેકાયું છે અને મને ખુદ મારા જીવન પર તિરસ્કાર છૂટા છે ત્યારે ત્યારે એ આંસુએ જ મારા હૈયાને પંપાળ્યું છે. ખરેખર ! મારી જિંદગીને એના જેટલું વહાલ કેઈએ નથી કર્યું. સાચું કહું ? હું તે આંસુના પ્રેમમાં છું' e કારણ આંસુ એ તે માનવજીવનનાં સહદય સાથીદાર છે... બંદુકની કાતીલ ગોળીને મને જરાય ડર નથી. હું તે ડરું' છું' પેલા બે રૂપાળા, નાજુક પરવાળા જેવા હોઠના અવનવા પ્રયોગથી !.... કારણ મને ખબર છે કે સ્ત્રીના એ એ વિલાસી હઠાએ કંઈક જિંદગીને ઘાયલ કરી છે.... પહાડ એ તો સાધકનું’ અણુમેલ પ્રતીક છે. -મૃદુલાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 26