Book Title: Buddhiprabha 1962 02 SrNo 28
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 26
________________ BUDDHIPRABHA-SANAND. Regd. No. G. 472 ત્યારે આર્યોના અભ્યદય સૂર્યની પેઠે ઝળહળરો.... કેળવણી વધવા માંડી, દેશ પરદેશના રીત રીવાજોનું જ્ઞાન વધવા માંડયું. હન્નરનું જ્ઞાન વધવા માંડયું. પણ નીતિ, ચારિત્ર્યબળ, ઘટવા લાગ્યું છે. વિશ્વાસઘાત કરનારાઓ ઘણા પ્રગટવા લાગ્યા છે. નીતિના વિચારે બાલનારા ઘણા દેખાય છે. પણ નીતિને આચારમાં મૂકી બતાવનારા તે તેમાં એક નીકળી આવે તે આશ્ચર્યની વાત જેવું થઇ પડયુ’ છે, દીલને લઈ દીલનો ઘાત કરવો એ તે મોટી હશિયારી થઈ પડી છે. પરસ્પર એકબીજાની નિંદા કરવી એ તો શાકભાજી જેવું, જન અને તિર પ્રજામાં ગણાય છે. સત્ય એ તો મોટા દેવના દર્શનની પેઠે દુર્લભ ચીજ થઈ પડી છે. એક બીજાનું ઈર્ષ્યા કરીને થાપવું' અને ઉત્થાપવું અને આવી અવળી ગમે તેની આળ દેવાની વાતો કરવી એ તે દરરાજના ધ'ધા જેવુ' થઈ પડયું છે, પરની ઉત્કર્ષતાને સહન કરનારા તો વિરલા માલુમ પડે છે, કોઈને કોઈ રીતે પાડીને પિતે આગળ ચડી જવું એવું બોલનારાઓ ઉસ્તાદ ને મુત્સદી ગણાય છે. આર્યાવર્તની પડતીનું મૂળ કારણ દુગુણ છે. જે વખતે જે દેશમાં દુર્ગણો વધી જાય છે તે વખતે તે દેશની પડતી હોય છે. ધાર્મિક સંસ્થાઓમાં ને નાતામાં જે લુચ્ચા. કાવાદાવા કરનાર અને ઊંધુંચિતું કરનાર હોય છે. તે આગેવાન થાય છે. સાધુએમાં પણ જે કાવાકાવા કરનાર અને ઘટાટોપ કરનાર હોય છે, તે આગેવાન ગણાય છે. 1 મેજાખમાં જેટલું ધન પસાદા ખચે છે તેટલું ધન દાન વગેરે ભલા કાર્યોમાં ખચી શકતા નથી, વિનય અને ભક્તિના માર્ગ ઘટવા લાગ્યા છે, લેકેમાં ગભીરતા ઓછી થવા લાગી છે, ઉછાંછળાપણુ વધવા લાગ્યું છે. એક એકની શેહ માં દબાઈ જઈને લેકે સત્યને મારી નાંખે છે, એવી આર્યાવર્તની દશા હાલ તો દેખાય છે, રજોગુણ અને તમે ગુણ તરફ દુનિયાને ઘણે ભાગ ઘસડાતો જાય છે, ધર્મમાં બધાઈ રહેવાથી દેશની પડતી થાય છે અને આગળ વધાતુ નથી, એવા કેટલાક મનુષ્યના વિચારો બહાર આવવા લાગ્યા છે. પ્રાચર્ય અને સત્ય તરફ લોકેનું લક્ષ ખેંચાશે ત્યારે ઉદય થશે. પ્રમાણિકપણુ” એ પ્રાણુના કરતાં અત્યંત વહાલું ગણાશે ત્યારે જેના વગેરે સર્વની ઉન્નતિ થશે. બોલ્યા પ્રમાણે અથવા પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવું એ વાતને પ્રાણુ કરતાં પ્યારી માનવામાં આવશે ત્યારે લોકોની પાસે અલ યુદય દેવતા અ.વીને ખડો થશે, શુદ્ધ પ્રેમ, સત્કાર, ભક્તિ, દયા, સર્વપર-સમાનભાવ એ આર્યોના આર્ય-દેવતાઓ થાય છે. તેની આ પૂજા કરશે ત્યારે આર્યોને ઉદય સૂર્ય ની પેઠે ઝળહળશે. તારી યવતનું ધ્યાન ખેં'ચાઓ ?... godii શ્રીમદ્ બુઠિધસાગરસૂરીશ્વરજી. શ્રીસ , श्रीमहावीर जैन आराधना की sોવા (TIfન18) વિ Medii આ માસિક શાન્તિલાલ વાડીલાલ શાહે, ‘મને રથ પ્રિન્ટરી, કાલુપુર, ટંકશાળ, અમદાવાદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુદ્ધિમભા ક્ષ'રક્ષક મંડળ વતી દલસુખભાઈ ગોવિંદજી મહેતાએ સાણં'દથી પ્રગટ ક્રર્યું. e પ્રકાશા |

Loading...

Page Navigation
1 ... 24 25 26