Book Title: Buddhiprabha 1961 11 SrNo 25
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 2
________________ આચાર્યની આંખે...! | લેખક : આ, મ. શ્રી કીર્તિસાગરસુરિજી જગતમાં ડાહ્યા કહેલાતા માનવીઓની તપાસ કરીએ તે ઘણા ખરા મનના વિકારોને વશ બનેલા હોય છે. કોઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતાં પોતાના ધનસ'પત્તિના મદમાં રહેલા હોય છે. કોઇ લેભને વશ હોવાથી સત્ય સલાહ કે સૂચના આપતાં ખચકાય છે, કોઈ મને હર સુંદરીના પાશમાં પડેલ હોવાથી જગતમાં જીવેની મને વેદના કે યાતનાઓ જોવાની તેઓની મનોવૃત્તિ જાગૃત થતી નથી. કે “મરી ગયા”ના પોકારો પાડતા હજારો રૂપિયાનો વ્યય કરી શરીરની દવા કરાવતા હોય છે. કઈ ખાટા દ ભમાં મગ્ન હોય છે. કેાઈ ધમાલમાં, ઘમંડમાં, રાચી માચી રહેલ હોય છે. કેઇને તે ક્રોધ-ગુર આવતાં વાર લાગતી નથી. કેઈ સામાની વાત સાંભળી મશ્કરી કવામાં પાવરધા હોય છે. કોઈ બીકણ બીલાડા હોય છે, તેમજ વાતવાતમાં “છીંક ખાધે છીંડુ પડયું” માનનાર હોય છે. કોઇ વળી ઉપરથી સભ્ય જણાતા હોય છે પણ તેના જીવનનો અભ્યાસ કરતાં, તેના પરિચયમાં આવતાં અતિ તુચ્છ-ક્ષુદ્ર અને પામર જેવા માલુમ પડે છે. આવા માનવામાં આત્મજ્ઞાન-સમતા રસનાં ઝરણાં કયાંથી હોય ? એ ગમે તેટલું ભણેલા હોય, ગમે તે ગ્રેજ્યુએટ થએલા હોય, વિશ્વવિદ્યાલયની મહાન પદવીઓ લીધેલ હોય, ન્યાયાસન પાસે અકકલને ચક્કર માં નાખી દે એવી દલીલ કરનાર હાય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ ખવરાવનાર હોય પણ તેઓ આમધર્મમાં પાછળ હોય છે. ઉત્સાહ, હિંમત, આશા ને આનદ એ એવાં સાધનો છે કે વૃદ્ધને યુવાન બનાવે છે. દીન-હીનમાં પ્રબલતા લાવે છે. નિરૂધમીને ઉદ્યમી બનાવે છે. મૂખને પંડિત બનાવનાર જે કઈ હોય તે, ઉત્સાહ, હિંમત વિગેરે સદગુણો છે. આ સિવાય મનુષ્યો નિર્માલ્ય બની ઝરી ઝરીને પિતાનું જીવન ગુજારે છે અને સડે છે. જગતમાં ઉત્સાહ અને હિંમત આપને તે સદગુણો સાચા મિત્રો છે. સદગુણા એ આધિ-વ્યાધિ અને ઉપાધિનાં દુઃ ખેને દૂર કરવાની સાચી દવા છે. આવી સાચી દવા લેવા દરરોજ લાગણી રાખવી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28