Book Title: Buddhiprabha 1961 10 SrNo 24 Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat View full book textPage 3
________________ બદ્રિ પ્રભા : માસિક : પંડિત છબીલદાસ કેસરીચંદ સંઘવી તંત્રીએ – શ્રી ભદ્રીકલાલ જીવાભાઇ કાપડીયા } પ્રેરક-મુનિશ્રી લકથસાગરજી S સંવત ૨૦૧૭ ! આસો એક - - ચિંતન કણિકાઓ... દેવતા! મારા, મેં તને એવું કયારે કીધુ હતુ કે તું મને પ્રકાશન આપીશ? મેં તે કીધું હતું :- દેવ! મને પ્રકાશ આપજે જેથી હું મારા જીવન અંધારા ઉલેચી શકું. કાળી શતના પેવા પાપના ઓળાઓને ઓળખી શકું. નિરાશાની મેઘલી અમાસમાં રડતા ચેતનને હું જગાડી શકું. પરંતુ તેના બદલે તે તે મને મહેફીલની રોશની આપી. કે જ્યાં વાસના નગ્ન થઈ નાચે છે. અરે ! દિવસને ય ભુલાવી દે તેવી ઝળહળ ઝળહળ થતી દીવાળી આપી. ખૂશ થઈ તે પ્રકાશની નદી બક્ષિસ કરી દીધી. પણ દેવતા ! મારા, તુ જ કહે તારા એ પ્રકાશને હું શું કરું ? ત્યાં તે અજવાળું છતાંય હું ઠોકર ખાઉં છું. પ્રકાશ છતાંય ખાડામાં પડું છું, ભલે દેવ, તે એ પ્રકાશ મને ખૂશ થઈ આ હેય. મને તારા એ પ્રકાશને જરાય ખપ નથી, દેવતા! મે ભેગને ઝગમગતે દિ નહિ, ત્યાગની નાનલ જેત માંગી હતી.... આશા એ તે જીવન દીપની વાટ છે. વાટને મેં પૂછયું “અતિ, એય ! તારા આ રૂપનું આટલું બધું શું બધું ગુમાન કરે છે? તને ખબર છે ઘડી બે ઘડીમાં તું વિલાઈ જશે ? તારું આ ચળકતું રૂપ કાળી ધૂમ્રસેરમાં પટાઈ જશે.”Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 52