________________
તે જાણે સાધુઓની બધી રીતભાતથી વાકેફ હેય. પરંતુ તેની તેજી ભાષા ઉપરથી તે સાફ દિલથી બેલો હોય તેમ ન જણાયું તેથી તેમણે જાતે ખાત્રી કરવાનો વિચાર રાખે. રવિસાગરજી મહારાજ માઢવાળી ભાગોળ તરફ ઝાડે ફરવા જતા હતા. તેઓ ઝાડે ફરીને રવાના થયા કે તુરત તે રથળે બહેચર પહોંચી જતા. ઘણી વખત તપાસ કરવા છતાં એક પણ વખત વિધ્યા દેલી જણાઈ નહિ અને ત્યાં પાણી પહેલું જણાયું છતાં તેમણે વિશે ખાત્રી કરવા શ્રી ભાવસાગરજી મહારાજને પૂછયું. તેમણે કહ્યું કે “મહાનુભાવ ! ધર્મદેવી લકે એવી વાત ઉડાવે છે. અમે તાણીમાં પાણી લઇ જઇએ છીએ, વિષ્ટા ખુંદતા નથી, કપડા અને મુખ સાફ રાખીએ છીએ.” આથી તેમના મનને સંશપ ટળી
જીવને દુઃખ થાય તેથી અમારા આત્માને દુઃખ થાય છે. સાધુ સર્વ ની માતા ગણાય છે. "
હિંસક પ્રાણી પ્રત્યે પણ આટલી મમતા બતાવનાર સાધુ ઉપર તેમને ઘણું માન થયું. તેથી તેમણે પૂછયું : “ મહારાજ ! તમારાં દર્શન કરે વાની અને તમારા ઉપાશ્રયમાં આવવાની અમને છૂટ હશે...”
“ હા ભાઈ દરેકને છૂટ છે.”
બહેચર ત્યાથી હંમેશાં ઉપાશ્રયે જ્યા લાગે અને વૃદ્ધ મહાત્મા રવિસાગરજીનાં દર્શન કરવા લાગે. ધીમે ધીમે ધાર્મિક અભ્યાસ પણ શરૂ કર્યો. ધાર્મિક સિક્ષક રવિશંકર શાસ્ત્રી હતા. તેમણે કહ્યું કે રાત્રે ન ખાવામાં આવે અને ડુંગળી લસણ પણ ન ખાઓ તે ભણવું. તેમના ઘેર રોજ રાત્રેજ ખવાઈ અને ડુંગળી લસણું પણ વપરાતું તથાપિ ભણવાની ઈચ્છાએ તે પ્રમાણે વર્તન રાખવાનું કબુલ કર્યું. આથી તેમને ઘણી વખતે વહેલા ઘેર જઈ સુ રોટ અને મરચું ખાઈ ચલાવવું પડતું.
રવિશંકર શાસ્ત્રીએ કહ્યું કે ઝાડે જતી વખતે નવકાર મંત્ર પાદ ન કરે અને જુદુ વસ્ત્ર પહેરી ઝાડે જવું. તેમણે વસ્ત્ર જુદું પહેરવા માંડયું પરંતુ નવકાર મંત્ર ઝાડે જતાં યાદ આવ્યા કરે અને બુલવા પ્રપન કરે તેમ તેમ વધુ પાદ આવે. રવિશંકર શાસ્ત્રીને તેને ઉપાય પૂછશે પણ તેઓ કંઇ ઉપાય બતાવી શક્યા નહિ. - દુનિયામાં સારા થવાની તેમને ઘણી હોંશ હતી અને વિદ્યા મેળવવાની અને સત્સંગથી સારા થવાય છે એવી તેમને ખાત્રી થઈ હતી તેથી ધાર્મિક અભ્યાસમાં તેમણે બરાબર ચિત્ત પરિવું અને કાકુઓના દર્શને પણ વારંવાર જવા માંડ્યું. તેમને માઢના નગ્ધ હજામને આ વાતની ખબર પડી. તેણે તેમને બોલાવીને કહ્યું કે “શ્રાવકના અપાસરામાં જવું નહિ. શ્રાવકના ગરજીઓ વિષ્ટા કરીને ગુદાને
તા નથી, વિઝાને ફેદ છે, કાતા દેતા નથી અને દાતણ કરતા નથી.” નચ્છ હજામ એવી ઢબે બેકે
ધીમે ધીમે તેઓ દેરાસરમાં પૂરી કરવા જવા લાગ્યા. તેમના હિદુધમ સેબીએ તેમને ખીજવતા. પરંતુ તેમની પાસે એક જવાબ હતું. જે ધર્મ સત્ય લાગે તે શા માટે ગ્રહણ ન કરો ?”
પ્રતિક્રમણ, સામાવિ, અને પથ આદિ ધર્મ ક્રિયાઓ પણ સમજપૂર્વક તેઓ કરવા લાગ્યા. ઘણા જૈન સાધુ મુનિવરોના પરિચયમાં આવ્યા. તેમની સેવા-વૈયાવચ્ચ કરતા. તેમની સાથે ધર્મ ચર્ચા કરતા અને સારું લાગે તે ગ્રહણ કરતા.
છ રણ પસાર કર્યા પછી શું કરવું તે સવાલ ઉપસ્થિત થયા. કેટલાક વકીલાતની, કેટલાક મુખી તલાટીની, કેટલાક અવલ કાનની પરીક્ષા આપવાનું જણાવતા. શક નથુભાઈ મંછાનંદ ( જેમને તેમની ઉપર અપંત પ્રેમ હતો. } ની સલાહ એવી હતું કે તેમણે સાધુ થવું. ત્યારે તેમના પત્ની જડાવ કાકા ગૃહસ્થાશ્રમમાં રહેવાની ભલામણ કરતાં હતાં. મા-બાપ કોઇપણ રીતે ધન કમાવાની રિક્ષા આપતાં હતાં. તેમણે થોડે વખત નામાનું શિક્ષણ લીધું અને પછી વકીલાત અભ્યાસ શરૂ કર્યો. પરંતુ વકીલ જીવનના જૂકાપણાને જાણી તે ઉપર અરુચિ ઉત્પન્ન થઈ. છેવટે સંસા