Book Title: Buddhiprabha 1961 06 SrNo 20
Author(s): Chabildas Kesrichand Sanghvi, Bhadriklal Jivabhai Kapadia
Publisher: Buddhiprabha Samrakshak Mandal - Khambhat

View full book text
Previous | Next

Page 48
________________ BUDDHI PRABHA-CAMBAY Regd. No. B. 9045 એકલવીર.... અનેક મધુભરી પાંખડીઓવાળું એ સુવર્ણ કમળ ! એ કમળના ‘જલ કમલવત’ જીવનમાં કદી ભેગીની આહલેક સંભળાય છે, કદી પ્રેમગીની પુકાર સંભળાય છે, કોઇવાર ગેપીચ દનાં ગીત ને કેઈવાર મહાકવિ રામચંદ્રનાં આઝાદી ગાન સંભળાય છે ! કૈઇવાર અધ્યાત્માગી મહાવીરની અહિંસા અને ક્રાંતિની ગૃજ સંભળાય છે ! કેળવારે કાળગુફામાં કોઇ જોગ જગદરનાં દર્શન થાય છે ! તે કઇવાર મસ્તફકીરીના આહલેક સંભળાય છે ! કોઇવાર એકસે આઠ અમર શિષ્ય સજવા એ કમર કસીને કલમ કસતા જોવાય છે. તે કેઈવાર ત્યાં કર્મવાદ ને રાષ્ટ્રવાદના નાદ સંભળાય છે ! એ મિત્વ, એ સાધુત્વ, એ કવિત્વ, એ વકતૃત્વ, એ આત્મપ્રેમ, એ મસ્તી, એ દિલદિલાવરી અને ખી હતી. કવિ, તત્વજ્ઞ, વકતા, લેખક, વિદ્વાન, ચગી, અવધૂત, એકલવીર, એમ અનેક સરિતાના સંગમ એ બુદ્ધિ-અધિમાં (બુદ્ધિસાગર )માં થતા જોવાય છે. ખરેખર, આપાગ શ્રદ્ધાતત્વ બહ મેળું હોવા છતાં આપોઆપ કહી દેવાયું છે કે, એ એકમાં અનેક હતા અનેકમાં એ એક હતા. ..વિભાજિત માનવતાને એક સાંકળે બાંધનારી જૈન ફિલસુફની એ છબી હતી. પ્રચંડ, પ્રતાપી, નિમ્કત, નિર્ભુજ, કુળ, જાતિ, જાતપાત વિહોણી, ગગનવિહારી જૈન સાધુતાના શેષસમી એ છબી હતી. - એમાં જીવનનાં ઝણકાર હતા. બ્રહ્મચર્યનો ચમકાર હતા. આત્મપ્રેમને પ્રકાશ હતે. વૈરાગ્યનો વિકાસ હતો. સાહિત્યની સર્જના હતી. યોગને અધિકાર હતા, સત્યશોધનની ઝંખના હતી.......... --જયભિખું આ માસિક માણેકલાલ હરજીવનદાસ શાહે “ગુજરાત ટાઈમ્સ” પ્રિન્ટીંગ પ્રેસ નડીઆદમાં છાપ્યું અને તેના પ્રકાશક બુધિપ્રભા સંરક્ષક મંડળ વતી હિંમતલાલ છોટાલાલે ત્રણ દરવાજા ખંભાતમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 46 47 48